________________
ગુણ સંક્રમણ = બંધાતી શુભ-અશુભ કર્મ પ્રકૃતિમાં સત્તામાં રહેલ અબધ્યમાન (વર્તમાનમાં નહિ બંધાતા) શુભાશુભ કર્મદલિકોને પ્રતિક્ષણે અસંખ્ય ગુણ-વૃદ્ધિથી સંક્રમાવવા તે રૂપે કરવા.
સારાંશ - આ ગુણસ્થાનમાં આવેલો જીવ અહીંથી બે શ્રેણિ કરે છે. (૧) ઉપશમ શ્રેણિ (૨) ક્ષેપક શ્રેણિ આ ગુણસ્થાનના અંતે હાસ્યાદિ છ પ્રકૃતિનો ક્ષય કે ઉપશમ થાય છે.
ઉપશમ શ્રેણિ યંત્ર
ઉપશમ
સંજ્વલન લોભ-૨૮ અપ્રત્યાખ્યાન લોભ-૨૬
પ્રત્યાખ્યાન લોભ-૨૭ સંજ્વલન માયા-૨૫ અપ્રત્યાખ્યાન માયા-૨૩ પ્રત્યાખ્યાન માયા-૨૪
સંજ્વલન માન-રર અપ્રત્યાખ્યાન માન-૨૦ પ્રત્યાખ્યાન માન-૨૧
સંજ્વલન ક્રોધ-૧૯ અપ્રત્યાખ્યાન ક્રોધ-૧૭ | પ્રત્યાખ્યાન ક્રોધ-૧૮
પુરુષવેદ-૧૬ હાસ્યાદિ ષક-૧૫
સ્ત્રીવેદ-૯
નપુંસક વેદ-૮ મિથ્યાત્વ મોહ-૫ મિશ્રમોહ-૬ | સમકિત મોહ-૭
અનંતાનુબંધી-ક્રોધ-૧, માન-૨, માયા-૩, લોભ-૪ ઉપશમ શ્રેણિનું સ્વરૂપ : ઉપશમ શ્રેણિમાં મોહનીય કર્મની ૨૮ ઉત્તર પ્રવૃત્તિઓનો ઉપશમ કરવામાં આવે છે. તેથી તેને ઉપશમ શ્રેણિ કહે છે. પ્રથકારોએ તેનો ક્રમ નીચે પ્રમાણે બતાવ્યો છેઃ
ઉપશમ શ્રેણિ કરનાર સૌથી પ્રથમ અનંતાનુબંધી કષાયનો ઉપશમ કરે છે. ત્યાર પછી મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમતિ મોહનીય આ દર્શન ત્રિકને એક સાથે સમકાળે ઉપશમાવે ત્યારપછી ક્રમશઃ નપુંસક વેદ, સ્ત્રી વેદ, હાસ્યાદિ ષટ્રક અને પુરુષ વેદને ઉપશમાવે (જે વેદ વાળો ઉપશમ કરતો હોય તે વેદ સિવાયના બે વેદને પહેલા ઉપશમાવે પછી વર્તમાનમાં જે વેદ હોય તેને ઉપશમાવે.) ત્યાર પછી અપ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ સાથે ઉપશમાવે અને ત્યાર પછી સંજ્વલન ક્રોધ ઉપશમાવે એજ રીતે માન, માયા, લોભને પણ સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨
(29) |
Jain Educationa Interational
For Personal and Private Use Only
www.jainelibrary.org