________________
ઉત્તર – સાધુના ર૭ ગુણ છે.
પ માવત + ૧ રાત્રિ ભોજન ત્યાગ + ૬ છકાયવની રક્ષા + ૫, ઈન્દ્રિયનો નિગ્રહ + ૩ સત્ય (ભાવસત્ય, કરણસત્ય, જોગસત્ય) + ૩ ગુપ્તિ (મન, વચન, કાયા) + ૧ ક્ષમા + ૧ વૈરાગ્ય + ૧ કષ્ટ
સહિષ્ણુતા + ૧ મરણ સહિષ્ણુતા = કુલ ૨૭ ગુણ. સારાંશ - આ ગુણસ્થાન આત્મગુણોના વિકાસની એક ઉચ્ચ ભૂમિકા છે. અહીં સાધક સર્વ પાપોના ત્યાગરૂપ પવિત્ર જીવન જીવે છે. કોઈપણ જીવને તે દુખ આપતો નથી. વિષય કષાયને વશમાં રાખે છે.
૭. અપ્રમત્ત સંયત ગુણસ્થાનપ્રશ્ન ૮૧ - સાતમું અપ્રમત્ત સંયતિ ગુણસ્થાન કોને કહે છે? ઉત્તર – નિદા-વિકથાદિ પ્રમાદ વિનાના મુનિનું ગુણસ્થાન તે અપ્રમત્ત સંયતિ ગુણસ્થાન. અહીંયા પૂર્વોક્ત ૧૫
પ્રકૃતિનો ક્ષયોપશમ અને મદ, વિષય, કષાય, નિદ્રા, વિકથા આ પાંચ પ્રમાદનો ત્યાગ કરે. ગતિ પ્રાય: કરી કલ્પાતીતની થાય. આ ગુણસ્થાનમાં સંયમની વિશુદ્ધિ અધિક હોવાથી મન:પર્યવજ્ઞાન આદિ અનેક
પ્રકારની લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. જેને શ્રેણિ માંડવાની હોય તે અહીં યથાપ્રવૃત્તિકરણ કરે. સારાંશ - અહીં પ્રમાદનો નાશ થવાથી આત્મા વ્રત- શીલ આદિ ગુણોથી અને જ્ઞાનધ્યાનની સંપત્તિથી અલંકૃત બને છે. છa - સાતમાં ગુણસ્થાનમાં એટલું જ અંતર છે કે સાતમાં ગુણસ્થાનમાં જરાપણ પ્રમાદ હોતો નથી. તેથી વ્રતોમાં અતિચાર આદિનો સંભવ નથી. છઠ્ઠા ગુણસ્થાનમાં પ્રમાદ હોવાથી અતિચાર લાગવાની સંભાવના છે. આ બંને ગુણસ્થાનમાં જીવ ઘડિયાળના લોલકની માફક તથા ક્લાની માફક ફર્યા કરે છે. કયારેક છઠ્ઠામાંથી સાતમામાં, ને સાતમામાંથી છન્નમાં આવે છે. આ રીતે અંતર્મુહૂર્તથી શરૂ કરી દેશે ઉણા કોડ પૂર્વ સુધી વિચરે છે.
૮. નિવૃત્તિ બાદર (અપૂર્વકરણ) ગુણસ્થાન - પ્રશ્ન ૮ર - આઠમું નિવૃત્તિ બાદર ગુણસ્થાન કોને કહે છે? ઉત્તર – નિવૃત્તિના અહીં બે અર્થ થાય છે.
(૧) નિવૃત્તિ એટલે. દર્શન મોહરૂપ બાદર કષાયથી નિવર્યો છે અર્થાત મિથ્યાત્વનો અહીં પ્રદેશોદય પણ હોતો નથી. કારણ કે, આ ગુણસ્થાનમાં ઉપશમ અને ક્ષાયિક સમકિત આ બે જ હોય છે. ક્ષયોપશમ સમક્તિ હોતું નથી.
(ર) નિવૃત્તિ એટલે. પરિણામોની ભિન્નતા... તારતમ્યતા. એકસાથે આ ગુણસ્થાને આવેલા જીવોના અધ્યવસાય સરખા હોતા નથી. આ ગુણસ્થાનનું બીજું નામ “અપૂર્વકરણ” છે.
સ્થિતિઘાત, વસઘાત-ગુણશ્રેણિ-ગુણસંક્રમણ સ્થિતિબંધ આ પાંચ અપૂર્વ વસ્તુ અહીં થાય છે તેથી અપૂર્વકરણ ગુણસ્થાન કહેવાય છે.
ચોથા ગુણસ્થાનને પ્રાપ્ત કરતાં સ્થિતિઘાત વગેરે ચાર અપૂર્વ કાર્યો થયા હતા. અહીં એક ગુણસંક્રમણ વિશેષ થાય છે.
soo
ચાલો, ચેતન ! ચઢીએ સોપાન...! ગુણસ્થાન સ્વરૂપ
Jain Educationa Interational
For Personal and Private Use Only
www.jainelibrary.org