________________
સંયતિ હોવાં છતાં સંજ્વલન કષાયના તથા નિદ્રાદિ પ્રમાદના ઉદયથી સંયમના યોગોમાં પ્રમાદ રહે છે. ૧૭ ભેદે સંયમ પાળે, બાર ભેદે તપ કરે તો પણ યોગ ચપળ, કષાય ચપળ, વચન ચપળ અને ષ્ટિમાં ચપળતાનો અંશ રહે છે અને પ્રમાદપણે કરીને કૃષ્ણાદિ અશુભ લેશ્યા અને અશુભયોગ કોઈવાર પરિણમે છે તેને પ્રમત્ત સંયતિ ગુણસ્થાન કહીએ.
પ્રશ્ન ૭૬ - પ્રમત્તસંયતિ ગુણસ્થાનમાં કાળ કરે તો કયાં ઉત્પન્ન થાય ?
ઉત્તર – આ ગુણસ્થાનમાં કાળ કરવાવાળો જીવ જઘન્ય વૈમાનિકના પહેલા દેવલોકમાં અને ઉત્કૃષ્ટ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય. જધન્ય ૨ પલ્યોપમ ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની સ્થિતિ પામે
પ્રશ્ન ૭૭ - · સાધુપણું એક ભવમાં કેટલીવાર આવે ?
ઉત્તર – સાધુપણું એક ભવમાં પરિણામ આશ્રી પ્રત્યેક સો વાર (બસોથી નવસો વા૨) આવે. પ્રશ્ન ૭૮ - સાધુના મણવ્રત કેટલા ? અને કયા કયા ?
ઉત્તર – સાધુના માવ્રત પાંચ છે.
(૧) સર્વ પ્રાણાતિપાત વેરમણ (૨) સર્વ મૃષાવાદ વેરમણ (૩) સર્વ અદત્તાદાન વેરમણ (૪) સર્વ મૈથુન વેરમણ (૫) સર્વ પરિગ્રહ વેરમણ
સાધુ અને શ્રાવકની સાધનામાં મૂળ ભેદ એ છે કે સાધુ તો અહિંસા આદિ પાંચ મહાવ્રતનું (મૂળ ગુણોનું) સંપૂર્ણ પાલન કરે છે પરંતુ શ્રાવક આ મૂળગુણોનું પાલન પોતાની શક્તિ અનુસાર અંશતઃ કરે છે. પ્રશ્ન ૭૯ - સાધુના ૧૦ પ્રકારના યતિધર્મ કહ્યા છે તે કયા?
ઉત્તર – (૧) ખંતી (૨) મુત્તી (૩) અવે (૪) મદ્દવે (પ) લાધવે (૬) સચ્ચે (૭) સંજમે (૮) તવે (૯) ચિયાએ (૧૦) ખંભચેર વાસે.
ગાથા - દંતી મળ્વ અન્નવ, મુત્તી તવ મંનમે આ વોધવે ।
सच्चं सोअं आकिंचणं च बंभं च जइ धम्मो ॥
(૧) ખંતી – ક્ષમા. ક્રોધનો નિગ્રહ, ક્રોધના કારણ ઉપસ્થિત થવાં છતાં પણ તિતિક્ષા કરે. હૃદય શાંત રહે, ક્રોધને વિવેક અને વિનયથી નિલૢ કરી દે તેનું નામ ક્ષમા.
(ર) મુત્તી - નિર્લોભતા. આસક્તિનો ત્યાગ
(૩) અજ્જવે - (આર્જવ) કુટિલતાનો નિગ્રહ. મન, વચન, કાયાની સરલતા.
(૪) માર્દવ - (મૃદુતા) માનનો નિગ્રહ. મનમાં મૃદુતા તથા વિનમ્રતા રાખે. જાતિ, રૂપ, કુલ, જ્ઞાન, તપ, બળ, ઐશ્વર્ય અને લાભની પ્રાપ્તિ થવા પર ગર્વિત ન બને.
(૫) લાઘવે - સચિત્ત, અચિત્ત પરિગ્રહોથી વિરક્ત, દ્રવ્યભાવથી હળવા બનવું.
(૬) સચ્ચે - (સત્ય) હિત, મિત અને પ્રિય વચન બોલવું.
(૭) સંયમ - મન, વચન, કાયાનું નિયમન કરવું.
(૮) તવ - (તપ) બાહ્ય-આત્યંતર તપની આરાધના કરવી.
(૯) ચિયાએ - (ત્યાગ) અકિંચનતા, મમત્વનો અભાવ.
(૧૦) ખંભચેરવાસે - (પવિત્રતા) કામભોગ વિરક્તતા અને આત્મરમણતા.
પ્રશ્ન ૮૦ - સાધુના ગુણ કેટલા ? કયા કયા ?
Jain Educationa International
સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨
For Personal and Private Use Only
27
www.jainelibrary.org