________________
(૧૩) સ્નાન - સ્નાનની સંખ્યા અને પાણીની મર્યાદ. (૧૪) ભૉસુ - ખાવા પીવાની બધી વસ્તુની મર્યાદા.
ચૌદ બોલમાંથી અગિયારમાં બોલથી ચોથા વ્રતનો, બારમાં બોલથી છઠ્ઠા વ્રતનો, બાકીના બોલથી સાતમા વ્રતનો સંક્ષેપ છે.
(૧૧) પૌષધોપવાસ વ્રત - આહાર, વ્યાપાર આદિ બધા કાર્યોનો ત્યાગ કરી એક દિવસ રાત સુધી ઉપાશ્રય આદિ શાંત-એકાંત-નિર્વદ્યસ્થાનમાં રહીને ધર્મ ચિંતન કરવું તે પૌષધોપવાસ વ્રત છે. તેના ચાર પ્રકાર છે.
(૧) આહાર પૌષધ - આહારનો ત્યાગ કરી પૌષધ કરવો. (૨) શરીર પૌષધ – શરીર પરનું મમત્વ અને શૃંગાર છોડવા. (૩) બ્રહ્મચર્ય પૌષધ - બ્રહ્મચર્યનું પાલન કરવું. (૪) અવ્યાપાર પૌષધ – વ્યાપાર આદિથી નિવૃત થઈ ધર્મારાધના કરવી.
(૧ર) અતિથિ સંવિભાગ વ્રત - સુપાત્ર પૂ સાધુ-સાધ્વીજીને ભક્તિપૂર્વક આહર પાણી વહોરાવવા (છેલ્લા ચાર શિક્ષાવ્રત છે) પ્રશ્ન ૭૪ - શ્રાવકના ગુણ કેટલા? કયા કયા? ઉત્તર – શ્રાવકના ગુણ એક્વીસ છે. (૧) અક્ષુદ્ર - ઉદારલ્કય હોય.
(૧૧) માધ્યસ્થ દ્રષ્ટિ હોય. (૨) યશવંત હોય, રૂપવંત હોય. (૧૨) ગંભીર અને સહિષ્ણુ હોય. (૩) સૌમ્ય પ્રકૃતિવાળો હોય. (૧૩) ગુણાનુરાગી હોય. (૪) લોકપ્રિય હોય.
(૧૪) ધર્મોપદેશ કરનાર હોય. (૫) અક્રૂર સ્વભાવ હોય
(૧૫) ન્યાય પક્ષી હોય. (૬) પાપભીરૂ હોય.
(૧૬) શુદ્ધ વિચારક હોય. (૭) ધર્મ શ્રદ્ધાવાન હોય
(૧૭) મર્યાદા યુક્ત વ્યવહાર કરનાર હોય. (૮) ચતુરાઈ યુક્ત હોય.
(૧૮) વિનયશીલ હોય. (૯) લજ્જાવાન હોય.
(૧૯) કૃતજ્ઞ હોય. (૧૦) દયાવંત હોય.
(૨૦) પરોપકારી હોય.
(૨૧) સત્કાર્યમાં સદા સાવધાન હોય... સારાંશ - આ ગુણસ્થાનમાં આત્મા અનેક ગુણોથી શોભાયમાન બની જાય છે. દેવ-ગુર્ધર્મની ભક્તિ, શ્રદ્ધા, જીવો પર અનુકંપા, સુપાત્રદાન, સતશાસ્ત્રનું શ્રવણ, બાર વ્રતનું પાલન, પ્રતિમા ધારણ વગેરે બાહ્ય- આત્યંતર ધર્મ આરાધનાથી તેમનું જીવન શોભાયમાન હોય છે.
૬. પ્રમત્ત સંયત ગુણસ્થાનપ્રશ્ન ૭૫ - છઠું પ્રમત્ત સંયતિ ગુણસ્થાન કોને કહે છે? ઉત્તર – સર્વ સાવદ્યયોગથી વિરામ પામે તે સંયતિ પૂર્વોકત દર્શનસપ્તક નો ક્ષય- ઉપશમ અને ક્ષયોપશમ કરે
અને અપ્રત્યાખ્યાની તેમજ પ્રત્યાખ્યાનાવરણીય કષાય એ આઠ પ્રકૃતિનો ક્ષયોપશમ કરે : (૭+ ૮ = ૧૫) એમ ૧૫ પ્રકૃતિ નો ક્ષયોપશમ કરે.
ચાલો, ચેતન ! ચઢીએ સોપાન.! ગુણસ્થાન સ્વરૂપ
sws
Jain Educationa Interational
For Personal and Private Use Only
www.jainelibrary.org