________________
(૩) અદત્તાદાન વિરમણ - (અચૌર્ય અણુવ્રત) કોઈની પડી ગયેલી કે ભૂલથી રહી ગયેલી વસ્તુને લેવી નહીં વિશ્વાસઘાત કરીને, ધાક ધમકી આપીને વધ કરીને અન્યની સંપત્તિ પડાવવી નહીં. સ્થૂલ અદત્તાદાનથી વિરમવું
(૪) પરસ્ત્રી ગમન વિરમણ - (બ્રહ્મચર્ય અણુવ્રત) પરસ્ત્રી માતા-બેન સમાન માને તથા પોતાની પરણેલી સ્ત્રીમાં સંતોષ રાખે ને સંયમ મર્યાદા રાખી વર્તે એમ સ્થૂલ મૈથુનથી વિરમવું.
(૫) પરિગ્રહ પરિમાણ વિરમણ - (અપરિગ્રહ અણુવ્રત) જન્મપર્યંત બાહ્ય નવ પ્રકારના પરિગ્રહનું પોતાની ઇચ્છા, આવશ્યક્તા પ્રમાણે પરિમાણ કરી લેવું તેથી અધિક મમત્વનો ત્યાગ કરવો. (આ પાંચ અણુવ્રત છે.)
(૬) દિશા પરિમાણ વ્રત- જન્મપર્યંત જે લૌકિક પ્રયોજન માટે દશે દિશાઓમાં આવવા-જવાનો અને વ્યાપારાદિ કરવાનો નિયમ કરવો. દિશાની મર્યાદા રાખવી.
(૭) ભોગ-ઉપભોગ પરિમાણ વ્રત - જે વસ્તુ એક જ વાર ભોગવવામાં આવે તે ભોજન આદિ ભોગ છે. જે વસ્તુ વારંવાર ભોગવવામાં આવે તે ઉપભોગ છે. એવા પાંચે ઇન્દ્રિયોના ભોગવવા યોગ્ય પદાર્થો જેવા કે વસ્ત્ર, મકાન, શૈયા આદિ બધી વસ્તુઓની આવશ્યક્તા અનુસાર મર્યાદા નક્કી કરી લેવી.
(૮) અનર્થ દંડ-પરિત્યાગ વ્રત- નિયમિત ક્ષેત્રમાં પણ પ્રયોજન ભૂત કાર્ય સિવાય વ્યર્થ આરંભ-સમારંભ કરવાનો ત્યાગ. (આ ત્રણ ગુણવ્રત છે.)
(૯) સામાયિક વ્રત - બે ઘડી સુધી અથવા નિયમ કર્યો હોય ત્યાં સુધી સાવધ યોગનો ત્યાગ કરી સમભાવમાં રહી આત્મજ્ઞાન-ધ્યાનનો અભ્યાસ કરવો. કાયાને સ્થિર રાખવી.
(૧૦) દિશાવગાસિક વ્રત - ૠ વ્રતમાં ગ્રહણ કરેલી દિશાઓની મર્યાદાને તથા અન્ય બધાં વ્રતોમાં લીધેલી મર્યાદાઓને વધારે સંક્ષિપ્ત કરવી. તથા દયા પાળવી, દેશ પૌષધ (સંવર) કરવો. અને ચૌદ નિયમો ધારણ કરવા.
· આ ચૌદ નિયમ નીચે મુજબ
-
છે.
-
ગાથા - સચિત સવ્વ વિરૂ, ૩૫ાદ તામ્બુત્ઝ વત્થ સુમેસુ
वाहण सयण विलेवण, बंभ दिसि न्हाण भत्ते ॥
Jain Educationa International
(૧) સચેત - પૃથ્વીકાય આદિ સચેતની મર્યાદા.
(૨) દ્રવ્ય - ખાન-પાન સંબંધી દ્રવ્યોની મર્યાદા.
(૩) વિગય - પાંચ વિગયમાંથી વિગયની મર્યાદા. (૪) પત્ની - પગરખાં, ચંપલ, જોડા આદિની મર્યાદા. (૫) તાંબુલ - મુખવાસની મર્યાદા.
(૬) વસ્ત્ર - પહેરવાં તેમજ ઓઢવાનાં વસ્ત્રોની મર્યાદા.
(૭) કુસુમ - ફૂલ, પુષ્પ, અત્તર આદિની મર્યાદા.
(૮) વાહન - મોટર, સ્કૂટર, સાયકલ, વિમાન આદિ વાહનની મર્યાદા. (૯) શયન - સુવા માટેની પથારી, પલંગ શેતરંજી આદિની મર્યાદા. (૧૦) વિલેપન - કેસર, ચંદન, તેલ, સાબુ, આંજણ આદિની મર્યાદા. (૧૧) બંભ - બ્રહ્મચર્ય - ચોથા અણુવ્રતને સંકુચિત કરવું, કુશીલની મર્યાદા. (૧૨) દિશા - પૂર્વાદિ છ દિશામાં ગમનાગમનની મર્યાદા.
સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨
For Personal and Private Use Only
25
www.jainelibrary.org