________________
અર્થ : તે જ ધન્ય છે, તે જ કૃતાર્થ છે, તે જ શૂરવીર છે, તે જ પંડિત છે કે જેણે સ્વપ્નમાં પણ સિદ્ધિને દેવાવાળા સમ્યગ્રદર્શનને મલિન કર્યું નથી. નિરતિચાર સમ્યગદર્શનનું પાલન કરી આત્માનંદ અનુભવ્યો છે. - સારાંશ - જે પદાર્થ જે રૂપે છે, તે રૂપે માનવા તેનું નામ સમ્યગદર્શન જિનેશ્વર ભગવંતે જેવું વસ્તુનું સ્વરૂપ બતાવ્યું છે તેમાં કોઈપણ પ્રકારની શંકા ન કરવી તેનું નામ સમ્યગદર્શન છે.
तमेव सच्चं निस्संकिय जं जिणेहिं पवेइयं ।
૫. દેશ વિરતિ ગુણસ્થાનપ્રશ્ન ૬૯ - પાંચમું દેશવિરતિ ગુણસ્થાન કોને કહે છે? ઉત્તર – દેશ (અંશ) થી વિરતિને સ્વીકારવી તે દેશવિરતિ. તે ગુણસ્થાનમાં આવનાર જીવાત્મા દર્શનસપ્તક
(મિથ્યાત્વ મોહનીય, મિશ્રમોહનીય તથા સમ્યત્વ મોહનીય તેમજ અનંતાનુબંધી ચોક) નો ક્ષય, ઉપશમ અથવા ક્ષયોપશમ કરે અને અપ્રત્યાખ્યાન કષાય (ક્રોધ, માન, માયા, લોભ) નો ક્ષયોપશમ કરે છે. પ્રત્યાખ્યાનાવરણીય કષાયના ઉદયથી સર્વ વિરતિને સ્વીકારી શક્તો નથી, પરંતુ સર્વ વિરતિપણાની ભાવના ભાવતો હોય છે. જીવાદિ પદાર્થોને જાણે, શ્રદ્ધા અને શક્તિ મુજબ શ્રાવકના એક વ્રતથી શરૂ કરી બાર વ્રત સ્વીકારે. શ્રાવકની અગિયાર પડિમાને આરાધે અંતિમ સમયે સંલેખના સહિત અનશન
(સંથારો) કરી સમાધિ મૃત્યુને પામે. તે દેશવિરતિ ગુણસ્થાન કહેવાય છે. પ્રશ્ન ૭૦ - દેશવિરતિ ગુણસ્થાનમાં કાળ કરે તો કયાં ઉત્પન્ન થાય? ઉત્તર – દેશવિરતિ ગુણસ્થાનમાં કાળ કરે તો તે જીવ જઘન્ય પ્રથમ દેવલોકમાં જાય ઉત્કૃષ્ટ બારમાં દેવલોકમાં
ઉત્પન્ન થાય તથા એકાવતારી પણ થઈ શકે. પ્રશ્ન ૭૧ - શ્રાવકપણું એક ભવમાં પરિણામ આશ્રી કેટલીવાર આવે ? ઉત્તર – શ્રાવકપણું એક ભવમાં પરિણામ આશ્રી વધારેમાં વધારે પ્રત્યેક હજારવાર આવે (અર્થાત બે હજારથી
નવજાર વાર આવે.) પ્રશ્ન ૭ર - શ્રાવક એટલે શું? ઉત્તર – શ્રાવક- “શ્ર = શ્રદ્ધાવંત ‘વ’ = વિવેકવંત ક = કિયાવંત શ્રદ્ધાયુક્ત વિવેક પૂર્ણ ક્યિા કરે તે શ્રાવક.
શ્રાવક એટલે શ્રી જિનેશ્વર ભગવંતનાં વચનમાં સંપૂર્ણ શ્રદ્ધા વિનય વિવેક યુક્ત હોય તથા સામાયિક-પ્રતિક્રમણ-પૌષધ કરે અને દેવ-ગુધર્મની ભક્તિ કરે તેનું નામ શ્રાવક પ્રશ્ન ૭૩ - વ્રત એટલે શું? શ્રાવકના વ્રતો કેટલાં છે? ઉત્તર – ઇચ્છાઓને રોકી પાપથી વિરમવું તેને વ્રત કહેવાય. સાધુનાં પાંચ મહાવ્રતની અપેક્ષાએ શ્રાવકનાં પાંચ
વ્રત નાના હોવાથી ‘અણુવ્રત’ કહેવાય છે. પાંચ અણુવ્રત + ત્રણ ગુણવ્રત + ચાર શિક્ષાવ્રત આ રીતે શ્રાવકના કુલ બાર વ્રત છે. તે નીચે મુજબ છે
(૧) પ્રાણાતિપાત વિરમણ - (અહિંસા અણુવ્રત) જેમાં ત્રસ જીવોને વિના અપરાધે મારવાની બુદ્ધિએ મારવાના પચ્ચકખાણ કરી સ્કૂલ હિંસાથી વિરમવું.
(૨) મૃષાવાદ વિરમણ - (સત્ય અણુવ્રત) જે જૂઠ બોલવાથી રાજ્ય તરફથી શિક્ષા થાય-જે અન્યને ઠગવા કે વિશ્વાસઘાત માટે ઉચ્ચારાય તેવા વચન ન કહેવા. પણ થોડાં, પ્રિય, અને હિતકારી યોગ્ય વચન કહેવાં અને સ્કૂલ મૃષા વચનથી વિરમવું.
ચાલો, ચેતન ! ચઢીએ સોપાન.! ગુણસ્થાન સ્વરૂપ
વવવવ
cases a
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
www wwww
000000000000000
24
Jain Educationa Interational
For Personal and Private Use Only
www.jainelibrary.org