________________
અધ્યાય સાત : કુલ સૂત્ર સંખ્યા ૩૯.
સાતમા અધ્યાયમાં વ્રતનું લક્ષણ, વ્રતમાં સ્થિરતા માટે ભાવના, પાંચ પાપનું સ્વરૂપ, વતીના ભેદ, અણુ અને શિક્ષાવ્રતના ભેદ, સંખનાનું લક્ષણ, સમ્યક્દર્શન અને ૧૨ વ્રતોના અતિચાર અને દાન, દાતાના ગુણો વગેરેનું વર્ણન કર્યું છે. અધ્યાય આઠમો : કુલ સૂત્ર સંખ્યા ૨૬.
સૂત્રોમાં બંધનું કારણુ, બંધના ભેદ, કર્મના ભેદ, કર્મના ઉત્તર ભેદ કર્મોની ઉત્કૃષ્ટ અને જધન્ય સ્થિતિ, અનુભાગ બંધ, પ્રદેશ બંધ, પુણ્ય કર્મ અને પાપ કર્મના ભેદનું વર્ણન છે. અધ્યાય નવમો : સૂત્ર સંખ્યા ૪૬.
પ્રથમ સંવરનું લક્ષણ, સંવરનું કારણ, તપ, ગુપ્તિ સમિતિ ધર્મ, અનુપ્રેક્ષા, પરિષહ, ચારિત્ર, તપ, તપના ભેદ, ધ્યાન, ધ્યાનના સ્વામી, નિર્જરાના સ્વામી, મુનિના ભેદ, મુનિમાં ભેદના કારણનું વર્ણન છે.
Jain Educationa Inteffati@essonal and Private Usev@nly.jainelibrary.org