SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ (શિવભક્ત) પરમહંત (જૈન) બની શકે છે; એ દશ્ય સર્વ ધર્મ સમન્વયની ઝાંખી કરાવે છે. એક જૈનમુનિ શૈવમંદિરમાં જઈ શિવને સદગુણોથી પૂજે છે, તે સર્વ ધર્મ ઉપાસનાને નમૂને પૂરો પાડે છે. એક જૈને ત્યાગી રાજદ્વારી રહસ્ય મંત્રણામાં સક્રિય ભાગ લે છે; એ ચિત્ર ધર્મકારણ એવું ઉદાર અને નિર્લેપ છે કે રાજકારણના લેપથી અભડાઈ જતું નથી, એવું વિધાન કરે છે. - હેમચંદ્રાચાર્યની જીવનચર્યાને ઉપલા ત્રણ જ પ્રસંગે દષ્ટિસંપન્ન જૈન સાધુઓને આ કાળની પોતાની ફરજનું ભાન કરાવો ! સંત કબીર - કબીર એટલે ધર્મક્રાન્તિની વિરલ ત. કેટકેટલી એની શિખાઓ વર્ણવીએ : (૧) હિંદુ-મુસ્લિમ એકતાના સાડાપાંચ વર્ષ અગાઉના એ ઉત્તમ પ્રતીક હતા. ગાંધીજીના ગોળીબારથી નીપજેલા મૃત્યુએ કેમવાદનું ઝેર ઉઘાડું તો પાડ્યું પણ હજુ એ કેમવાનું શબ પૂરેપૂરું દફનાવવાનું કામ પત્યું નથી. એ કાર્ય ચાલુ રાખવા સંત કબીરને પગલે પ્રત્યેક ધર્મગુરુ લાગી જાય તે કેવું ઉત્તમ? ' (૨) ગૃહસ્થાશ્રમ સારે કે સંન્યસ્તાશ્રમ ? એને જોવા સારુ એમણે પોતાનું જ જીવન ઉઘાડું મૂકી જગતને નવદર્શન આપ્યું છે, એટલું જ નહિ બલકે ચાદર વણતાં વણતાં આધ્યાત્મિક વિકાસ કેમ થાય તે એમણે જીવીને બતાવ્યું છે. પ્રવૃત્તિઓ બંધનકર્તા નથી. નિવૃત્તિઓ મલકર્તા નથી, બંધન અને મોક્ષને આધાર ભાવનામાં છે, હકીકત એમણે સિદ્ધ કરી બતાવી છે. (૩) ઉચ્ચ કરતાં નીચ ગણું કાઢેલી જાતિઓને ધમંફની વધુ જરૂર છે અને તેઓ એ દૂફેને ઝીલીને પચાવી પણ વધુ શકે છે. 0 (૪) ભક્તિ એટલે વેવલાપણું નહિ પણ જગતના જીવમાત્ર પ્રત્યેની પોતાની અર્પણતા. એવું પણ એમણે જીવી બતાવ્યું છે અને કહ્યું : “કર સાહિબકી બંદગી ઔર ભૂખે કે કુછ દે.” છે . (૫) સાકાર-નિરાકાર પૂજાને ભેદ પણ તેમણે તેડ્યો છે. હાલતાચાલતા માનવમાં દેવ જોવાની એમની ભલામણ મહાન અર્થ સૂચક છે. માણસ પોતે સાકારી છે પણ એમાં રહેલી ચેતના એ નિરાકારી છે. સાકારી માનવીમાં રહેલા નિરાકાર ઈશ્વરને શોધી એમાં લીન બનવું એવી સીધીસાદી છતાં રહસ્યભરી કથા કબીર જેવા અનુભવી સંત જ કહી શકે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005341
Book TitleParv Mahima
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1989
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy