SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ જેને લક્ષમાં લેવા જેવું [૧] શ્વેતાંબર શાસ્ત્રોમાં વાત આવે છે– દેવાનંદા નામે બ્રાહ્મણી માતાની કૂખમાંથી દેવે શ્રીવર્ધમાનના ગર્ભનું હરણ કર્યું અને ત્રિશલાની કુક્ષીમાં મૂક્યું. આનો અર્થ એ રીતે ઘટાવા કે, બ્રાહ્મણીની કુક્ષી એટલે જ્ઞાન અને ત્રિશલાની કુક્ષી એટલે વીરતા. મતલબ કેવીરતાની પૂર્વે જ્ઞાન હોવું જોઈએ એવું એ રૂપક કહી જાય છે. [] સર્વજ્ઞ બધું જાણે એને અર્થ જગતનું તત્વ જાણે જગતની વિગત નહિ. આમ માનીએ તે જ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની ચાવીવાળી વાત ઘટી શકે અને કર્મકાંડે તથા બાહ્ય વ્યવહારમાં સુધારા વધારા કરીને જૈન શાસનને વ્યાપક અને સ્વચ્છ રાખી શકાય. [૩] જેને ભૂગોળ અને ખગોળની વાત સાપેક્ષ છે એટલે આત્મલક્ષ્યમાં સહાયક થાય તે રીતે લેવી. સાપેક્ષ રીતે એ વાતને જોતાં બાહ્ય ભૂગોળ તથા ખગોળનાં નવાં સંશોધનોથી એમાં સુધારાને પૂરેપૂરો અવકાશ છે જ. [૪] મહાવીરની આસપાસ જે દેવી ઘટનાઓ જોડાયેલી છે તેમાં મહાવીરનું સાચું નક્કર ચારિત્ર્ય છૂપાઈ ગયું છે તેને બહાર લાવવું જોઈએ. ચારિત્ર્ય આગળ, ચમત્કાર તે માત્ર પડછાયારૂપ જ છે. અને ગુણપૂજક જૈનધર્મમાં “અતિશય શબ્દ જ શું “અતિશયોક્તિ નથી સૂચવી દેતે ' [૫] સવસ્ત્રપણું કે નમ્રપણું, મૂર્તિ કે મુહપતી વગેરે માત્ર બાહ્યચિહ્નો છે. જૈન આચારના આત્માને એની સાથે મુખ્ય સંબંધ નથી. [૬] સર્વ કેવળી એ જમે કે ન જમે, બેલે કે ન બોલે તેવી તથા સ્વર્ગ, નરક કે અવધિજ્ઞાન અને જાતિસ્મરણ જ્ઞાનની વાત કરતાં ચિત્તની શુદ્ધિ અને સમતાની વાતો પર વધારે ધ્યાન આપવું. કારણ કે, જૈનદષ્ટિ પ્રમાણે તે જ ત્રિકાલાબાધિત સત્ય છે. બાકીનું કેટલુંક અનુભવગમ્ય છે અને કેટલુંક સાપેક્ષ છે. (વિ. વા. ૧-૩-૪૭) મહાવીરદીક્ષા જૈન આગમ કહે છે કે મહાવીરને પ્રાથમિક આત્મસાક્ષાત્કાર થયો ત્યાર બાદ પણ એમણે શ્રાવકનાં વ્રતો આચર્યા અને આટલી પૂર્વભૂમિકા તૈયાર થયા પછી જ સંન્યાસની દીક્ષા લીધી. દીક્ષા લીધા પહેલાં એમનાં માબાપ (ત્રિશલા સિદ્ધાર્થ) પલેકવાસી થઈ ચૂક્યાં હતાં. મોટા ભાઈ નંદીવર્ધનની પણ ઈચછાને પોતાની Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005341
Book TitleParv Mahima
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1989
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy