SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ સાધના ચાલુ રહેતાં, મેળ બેસાડી તેઓ બીજાં બે વર્ષ ગૃહસ્થ વેશે સાધુ સમા રહ્યા. મહાવીર દીક્ષા પહેલાં ગૃહસ્થાશ્રમી બન્યા હતા. તેમનું મૂળ નામ વર્ધમાન હતું. તેમનાં પત્નીનું નામ યશોદા હતું. યશોદા અને વર્ધમાન વચ્ચે શુદ્ધ પ્રણયની ગોઠડી હતી. તે બંનેએ એક જ પુત્રીરત્નથી સંતાન–સંતોષ માની લીધો હતો. મન મૂંડયા વિના તન મૂંડવામાં જોખમ છે. ગૃહસ્થાશ્રમ અને સંન્યાસ બનેનો આત્મા તો સંયમ જ છે. રાજવી તે ડાઘણું ભાગ પર રાજય કરે છે, જ્યારે મહર્ષિ તો વિશ્વના હૃદય પર સર્વત્ર શાસન કરે છે. આવું આવું મહાવીર દીક્ષાના સ્મરણદિને વિચારી શકાય. હનુમાન જયંતી [ચૈત્ર સુદ પૂનમ) ચૈત્રી પૂર્ણિમાનો દિવસ એ મહાનયાત્રાદિન ગણાય છે. હનુમાન જયંતીનો પણ એ જ દિવસ છે. બહાદુરી અને બ્રહ્મચર્ય એ બે બાબતમાં હનુમાનનું ચિત્ર અજોડ છે અને એ દૃષ્ટિએ જોકે એને મહાવીર પણ કહે છે. રાત કે દિવસની પરવા રાખ્યા વગર માત્ર એક રામની સામે જ જોઈ અખંડિત સેવા આપનાર ભક્તોમાં તે અજોડ આદર્શરૂપ છે. લક્ષમણની મૂર્છાએ રામને અકળાવ્યા હતા ત્યારે દુર્ગમ પહાડમાંથી ઔષધિ લાવી આપનાર સેવક એ એક જ હતા. છેવટે સીતાજીએ ઇનામમાં મોતીની માળા આપી ત્યારે એ મોતીમાંથી પણ જેણે રામનું નામ શોધવા પ્રયત્ન કર્યો અને રામ ન દેખાવાથી એ માળાને ફગાવી દેનાર પણ એ જ પુરુષ હતા. હનુમાનનું પાત્ર હિંદભરમાં પ્રખ્યાત છે. શનિવાર એ હનુમાન માટે આગ દિવસ છે. તે દિવસે લકે તેલ લાવીને હનુમાનની મૂર્તિ પર ચડાવે છે. હનુમાન નૈષ્ઠિક બ્રહ્મચારી હતા, ભક્ત હતા. એમના પ્રતીકમાંથી જનતા ભિન્નભિન્ન રીતે સેંકડે વર્ષોથી પ્રેરણા ઝીલે છે. ભક્તિ માથું માગે છે. એટલે કે વીરતાભર્યો ત્યાગ માગે છે. રાવણે એ ત્યાગ બતાવ્યો અને એ શિવભક્ત બન્યો. પરંતુ શુદ્ધ ભક્તિ ત્યાગ ઉપરાંત સંયમ અને મૂંગી કાર્યશક્તિ પણ માગે છે. હનુમાનમાં એ સર્વ ગુણ હતા એટલે જ તેઓ શ્રીરામના એકનિષ્ઠ ભક્ત તરીકે મહામૂલું સ્થાન મેળવી ગયા. હનુમાન જયંતીના પર્વદિને વીરતાભર્યા ત્યાગ ઉપરાંત સંયમ અને મૂંગી કાર્યશક્તિ મેળવી રામના આદર્શોને ભાગે પ્રગતિ કરવાની આપણે સૌ હિંદીઓ પ્રેરણું ઝીલીએ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005341
Book TitleParv Mahima
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1989
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy