SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ થાય છે, ધનદાતા અને શ્રમદાતા વચ્ચે ભેાજનભેદ રખાય છે. ધનપતિ આચાય'ની પર પરાએ ગાદીવટ સચવાય છે તેમ જ પૈસાના વહીવટને લીધે અમલદારી તંત્રની ખુશામત તથા શ્રમજીવીઓના શ્રમનેા ગેરવાજખી ઉપભાગ વગેરે અનિષ્ટો પોષાય છે, અને માંહેામાંહે જાગીર અને જમીનના ઝઘડા થાય છે, તે બધાને અંત આવી જશે. અને શ્રીજી મહારાજતા આત્મા જ્યાં હરશે ત્યાં સાચા અર્થમાં પ્રસન્ન થશે. શ્રીજી મહારાજના ચુસ્ત પ્રેમીજને અમારી આ નમ્ર વિનંતી અવધારશે તે। શ્રીજી મહારાજની લીલા પછી દાઢ સૌકાને અંતરે આ સમાજના નવધાતર યુગમાં નવું ધોમ લાવવામાં તે ખચિત મદગાર બનશે. ગુંજાળા, તા. ૧૮-૩-૪૭ (પ્રવાસમાં) (વિ. વા. ૭–૪–૪૭) વિશ્વવત્સલ મહાવીર જયંતી [ ચૈત્ર સુદ તેરશ ] મહાવીરને ‘સંસ્કૃતિના ઘડવૈયા’ કે ‘જીવનકલાકાર' જેવું કાઈ વિશેષણ નહિ; પણ ‘વિશ્વવત્સલ' વિશેષણ જ એમના જીવનને ન્યાય આપવા માટે અમેાને પૂરતુ લાગે છે. તે સાચા શ્રમજીવી હતા માટે શ્રમણ કહેવાય છે; ઐશ્વય' અને જ્ઞાનમય હતા માટે ભગવત કહેવાય છે. અંતરના દુશ્મનાાતે ત્યા પછી બીજાંને એ પંથે દોરતા હતા માટે તેએ મહાવીર, જૈન, તીથંકર કહેવાય છે; બાકી એમનું મૂળનામ તેા વધુ માન હતું. સિદ્ધા` ક્ષત્રિયના એ સપૂત હતા અને ત્રિશલા વીરાંગના એમની પ્રસૂતા હતી. Jain Educationa International ગણુસત્તાક પદ્ધતિવાળાં સુરાજ્યામાં એ ઊર્ષ્યા અને પોષાયા. બિહાર પ્રાંત એમના મુખ્ય પ્રદેશ હતા અને રહ્યો. નાનપણથી જ એ બહાદુરી, સ્નેહ અને ઉદારતાના પરિચય પામી ગયા યશેાદા નામની કન્યા સાથે એમનાં પુખ્તવયે લગ્ન થયાં અને એક જ પુત્રી થયા પછી એમણે બ્રહ્મચર્યના રાહ લીધા. માખાપની એમણે હાનિશ સેવાચાકરી કરી હતી. માબાપના અવસાન પછી પણ ભાઈને એચ આપવા ખાતર તેમણે સાધુવેશ પહેરવામાં ઢીલ કરી; સાધુતાની તૈયારી તે ચાલુ રાખી જ. ત્રીસમે વર્ષે તેઓ દીક્ષિત થયા અને ‘વસુધૈવ કુટુંબક’” સૂત્ર સામે રાખીને અનાય કહેવાતા લેાકેામાં ફર્યા અને સાધના આદરી દીધી. તે ખૂબ ખૂબ મૌન સેવે અને વિચર્યા કરે. તે મસાણમાં પણ રહે અને યક્ષસ્થાનમાં પણ રહે. વનમાં પણ રહે અને વસતીમાં પણ રહે. તે લાંબા લાંબા ઉપવાસેા કર્યા પછી અડદના બાકળા પણુ ખાય અને એરકૂટ પણ ખાય. એમની પાસે એકાંતમાં અડેલ આસને આત્મચિંતન કરતા હોય ત્યાં કોઈ કુલટા બદમાગણી For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005341
Book TitleParv Mahima
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1989
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy