SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ o સહજાનંદ સ્વામી જયંતી ચૈિત્ર સુદ નેમ] આ રામનવમીને દિન જેમ અધ્યાવાસી રામની જન્મજયંતી દિન છે, તેમ એ અધ્યા નિકટ છપૈયાના વાસી શ્રીજી મહારાજને પણ જન્મદિન છે. આ માસમાં સ્વામીજીનો પ્રાગટયોત્સવદિન આવી જાય છે. પંચાલના ચાલુ પ્રવાસમાં કાઠી કોમનો જે કંઈ પરિચય થાય છે તથા વાતે સંભળાય છે, તે જોતાં આવી કોમમાં અને આવા સ્થળે જેમણે સંસ્કારબીજ વાવ્યાં અને અજ્ઞાનજન્ય દૂષણોને ઊલેચ્યાં તે પુરુષની સ્મૃતિ તાજી થાય છે. ભારતવર્ષની ધમકાયાના સર્જન માટે આવા સેંકડો શ્રીજી મહારાજની જરૂર છે. એમના જન્મદિન પ્રસંગે સંન્યાસીમાત્ર આવી ભાવના રાખે. સહજાનંદ સ્વામીની જીવનલીલા પણ ચમત્કામાંથી બહાર કાઢીને નિહાળતાં ઘણી વાર મુશ્કેલ થઈ પડે છે. થોડા વખત પહેલાં શ્રીજી મહારાજના મંદિરે, અમદાવાદ હું ગયેલ અને ભલા એવા સાધુજને મારી આસપાસ વીંટળાઈને એમની ચમકાર કથા વર્ણવવા લાગી ગયા. ત્યારે ત્યાં જે કહ્યું હતું એ જ ફરીને કહ્યું – - “ચારિત્ર્ય એ જ મોટો ચમત્કાર છે.” “ચમત્કારને નમસ્કાર” તે સૂત્ર બીજા કશાને નહીં, પણ ચારિત્રના આ મોટા ચમત્કારને જ લાગુ પડે છે. સહજાનંદ સ્વામીની પ્રતિભા, જેમણે વિશિષ્ટાદૈત મતનું જ્ઞાન, વાસુદેવ ભક્ત ઉદ્ધવ સંપ્રદાયની ભક્તિ અને સ્ફરિત તમય વૈરાગ્યની ત્રિવેણીમાં સ્નાન કર્યું હતું. જેમણે કાઠી, કેળી, મોચી, ઢેડ, મુસ્લિમ, પારસી આદિ અનેક નાની મોટી કમને માંસ, દારૂ છોડાવી ન વટલાવું ન વટલાવવું રૂપ સર્વધર્મની શુદ્ધ દીક્ષા આપી હતી. જેમણે ગાંડલના દરબાર હઠીભાઈને એક પ્રજાપતિને ત્યાં ગૂણપાટે બેસાડી કુંભારની ઈજજત રાજાથી વિશેષ છે, મૂળ પ્રજાપતિ એ છે, એ સિદ્ધ કર્યું હતું, અને જેઓ ધર્મવીર મુક્તાનંદસ્વામીને પણ આપી શક્યા હતા, તે ઘનશ્યામ ઉફે સહજાનંદ સ્વામીને એક ધર્મ સુધારકને બદલે, ચમત્કારિક વિશેષણ આપવું એ કેટલી નાનમ દર્શાવે છે! સત્સંગીઓ અવધારે ! આટલું વિચારે તો સાધુઓ દ્વારા લક્ષ્મીને કાયાસ્પર્શ ભલે ન થાય, પણ મનસ્પર્શ થાય છે. બ્રાહ્મણ અને ઇતરકેમના સાધુઓ વચ્ચે પંક્તિભેદ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005341
Book TitleParv Mahima
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1989
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy