SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ પચાવીને રાખું, કરુણરસ રામાયણ તુંને..” રામાયણનું નામ લેતાં જ કરુણ રસની જમાવટ થાય છે. એના પ્રણેતા આદિકવિ ક્રૌંચ પક્ષીના યુગલ પૈકીના એકને તીરંદાજીથી મારનાર શિકારીના હાથમાં પડેલા એ પ્રણયી યુગલની વિરહ વેદના જોઈ દયાન ભારે વ્યથિત થાય છે. એ રામાયણની શરૂઆતનું ચિત્ર છે. રામાયણ સર્વ વૈદિક કાવ્યમાં આદિકાવ્ય છે. [પતિ પત્ની વિરહ] (બાલકાંડ સવ ૨) દશરથ રાજા મૃગયા ખેલવા જતાં વૃદ્ધ, આંધળા અને અપંગ માબાપને પરમ ભક્ત શ્રવણ જેવા તપસ્વીને વીંધી નાખે છે. [માબાપ-પુત્ર વિરહ] (અયોધ્યાકાંડ સ. ૬૩, ૬૪) | રાવણના મામા મારીચ, મૃગરૂપે દંડકારણ્યમાં આવે છે. અરણ્યવાસ સેવતાં મહાત્યાગી સતી શિરોમણિ સીતા એનું ચામડું મેળવવાને લેભાય છે. રામને મોકલે છે. લક્ષ્મણને પણ છેવટે મોકલે છે અને પરિણામે લંકામાં રાવણના ભીષણ પંજામાં સીતાજીને જવું પડે છે. [પતિ વિરહ સ્વજન-વિરહ] (અરયકાંડ સ૦ ૪૩ થી ૫૪) કેકેયીદેવી જેવી સરળ માતા, રાજમાતા થવાની લાલચે ભરમાય છે, અને દશરથ રાજા પાસે બે વચન માગે છે. પરિણામે વિધવા બને છે. અને પિતાના પુત્રને ઉપાલંભ પામે છે. (અધ્યાકાંડ સ. ૮ થી ૧૪. સ. ૭૩ થી ૭૪.) પરસ્ત્રી–સીતાને ભોગવવાની લાલચમાં સપડાઈ જતાં રાવણ પોતે જ ભોગવાઈ જાય છે [અયોધ્યાકાંડ સ. ૧૧.] - વાલી; નાના ભાઈ સુગ્રીવનાં પત્ની પર આસક્ત થતાં પ્રાણુ ગુમાવી બેઠો. આમ શિકારલાલસા, રૂપલાવશ્યલાલસા અને રાજ્યસત્તાલાલસાનાં પિંજરમાં પડેલા દુઃખને વર્ણવી એ ભાગે જનારને રામાયણ લાલબત્તી ધરીને રોકે છે. રામાયણ એટલે સાંસારિક કર્તવ્યોમાં સ્વર્ગ બતાવતી સજીવ છબી. દશરથ પાસે વિશ્વામિત્ર ઋષિ જ્યારે રામની માગણી કરે છે, અને પુત્ર સ્નેહ તરફ જ્યારે રાજા ઢળે છે કે તરત જ વશિષ્ઠ ઋષિ એને ચેતવી દે છે. અને એ આદર્શ પિતા પિતાનું કર્તવ્ય પાળવા પુત્રને પાઠવે છે. [બાલ. વા.રા.સ. ૨૦ ૨૧] રામાયણના એ નાયક રામ આદર્શ પુત્ર છે, આદર્શ રાજા છે અને આદર્શ પતિ છે. રઘુકુલ રાતિ સદા ચલી આઇ, પ્રાણ જાય વરુ બચન ન જાઈ” તનય માતુ પિતુ તેષણ દ્વારા દુર્લભ જનની યહ સંસાર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005341
Book TitleParv Mahima
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1989
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy