SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ એતે અથ એ થાય કે; એ પુરુષને પગલે પગલે ચાલવુ જોઈએ.” એવે પગલે ચાલનારે પ્રથમ પોતાની જાતને વિશ્વમાં વિલુપ્ત કરવી જોઈએ. જે પોતાની જાતનું વિલેાપન કરી શકે, તે જ વિશ્વનું પ્રેમભાજન અથવા પૂજાપાત્ર ખેતી શકે. સાદાઈની પ્રતિભા અને નમ્રતાની વિભૂતિરૂપ ગુરુદત્તને પગલે ચાલવાનુ સૌને સદ્ભાગ્ય હા. ભક્તમણિ નરસિ'હ મહેતા [માગશર વદ સાતમ] માગશર વદ સાતમને દિવસ, શ્રી નરસિંહ મહેતાના જન્મદિવસ છે. જૂનાગઢની નાગરી નાતમાં થયેલા નરસિંહ મહેતાથી કઈ ગુજરાતી અજાણ નથી. ભાષા યુગના ભક્તોમાં એમનું નામ ઝળહળતું જણાય છે. સગુણાપાસકો પૈકીના નરિસંહ મહેતા જ્ઞાનપૂર્વકના ભકત હતા. એટલું જ નહિ પણ ક્રાન્તિકારી ભક્ત હતા. મહાત્માજીનું અતિપ્રિય ભજન, વૈષ્ણવ જન તેા તેને કહીએ ” એ જ પરમ વૈષ્ણવ પુરુષતુ હતું. અત્યન્નેને હરિજન નામથી બિરદાવનાર અને એમની સાથે. સક્રિય આત્મીયતા સાધનાર એ પ્રથમ પંક્તિના સારડી સ ંત હતા. મહાવિપદા સહી. ઘણાં પ્રલાભને ઊભાં થયાં પણ એ ન ડગ્યા, કે ન પાડ્યા. નરસિંહ મહેતાની જન્મતિથિએ પ્રત્યેક ગુજરાતી હરિજનને હૃદયથી અપનાવવાનું માત્ર એક જ કિરણ લે, તેાય ઘણું છે. જ્યાંલગી આત્મા તત્ત્વ ચિન્યો નહિ ત્યાંલગી સાધના સર્વ જુડી.’ એવા હૃદયસ્પથી વચને ઉચ્ચારનાર જૂનાગઢના નાગરશિરામણુ—નરસિંહ મહેતા ખરે જ ભક્તમણિ માળાઓને મેરુસમાવડા છે. જ્ઞાતિવાદ અને સવવાદના ચોકામાંથી એમની વ્યાપક વિચારસરણીએ અસ્પૃસ્યેાના ઝૂંપડાંએકમાં જઈને ભાવનારત્ને શેોધી કાઢવાં હતાં. સંસારી છતાં સંસારના વાયરાએ એ આત્મવેગવંત નરશ્રેષ્ડને નહાતા ડોલાવ્યે. એ કિચન માનવીની દૂંડીએ સ્વીકારવા માટે નારાયણને દોડવું પડતું. ગિરનારના ગિરિરાજની યાત્રા સાથે નરસિંહના દેહ સ્પર્શેલા દામા કુંડનાં દર્શન અતૂટ રીતે સકળાયેલાં છે અને રહેશે. Jain Educationa International For Personal and Private Use Only. www.jainelibrary.org
SR No.005341
Book TitleParv Mahima
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1989
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy