SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ વધી છે. જે અહિંસક સમાજરચના અથવા ધર્મમય સમાજરચનાના વાતાવરણ માટે બાધક છે. આથી આ શ્રીમદ્ શિબિરમાં આ વિષય વિશે પણ ગંભીરપણે વિચારી લેવાય તો ઠીક રહેશે. કારણ કે ભાલનલકાંઠા પ્રયોગ મૂળે ગાંધીપ્રયોગના અનુસંધાનમાં જ છે. અને ગાંધીજીના ત્રણ પ્રેરણાપાત્ર પુરુષોમાં શ્રીમદનું સ્થાન સર્વોપરી છે. આથી શ્રીમદ્દનું જીવન અને અનુભવે જોઈને આપણા દેશ ઉપરાંત દુનિયાના માનવ જગતને સારું એવું ભાતું મળી શકશે એમ લાગે છે. શ્રીમદ્ રાજચંદ્ર (અથવા રાયચંદભાઈ કવિએ) વવાણીઆ સિવાય કયાંય અભ્યાસ કર્યો નથી. વવાણિયા જેવા ગામમાં એ જમાનામાં હાઈસ્કૂલ પણ નહતી. એટલે જેને આજે આપણે ચાલુ શિક્ષણ ગણીએ છીએ, તે શિક્ષણ તે તેમણે આપણું પાયાના કાર્યકર્તા અંબુભાઈ જેટલું ગુજરાતી સાતેક ચોપડીનું અને મેં જેમ નામનું અંગ્રેજી શિક્ષણ (મારા ગૃહસ્થાશ્રમવાસમાં મોસાળ બાલંભામાં લીધેલું, તેમ કદાચ અંગ્રેજી શિક્ષણ પણ લીધું હૈય! પરંતુ આજે જ્યારે ભારતમાં અને જગતમાં શિક્ષણની જે ધોધમાર ધારા ચાલે છે, તે હિસાબે તે સાવ નહીંવત જેટલું જ શિક્ષણ ગણાય. અને છતાંય જ્યારે તેમનું સાહિત્ય (પો અને કાવ્યોમાં) વાંચીએ છીએ, ત્યારે એ વાતની ખાતરી સહેજે થઈ જાય છે કે બધા વિદ્યા સા વિમુક્તયે મોક્ષમાર્ગમાં ઉપયોગી થાય તેનું જ નામ સાચું શિક્ષણ. આવું સાચું શિક્ષણ જન્માંતરથી અને આજન્મથી તેમને જે અનુભવ જ્ઞાન અને ખાસ કરીને આત્મજ્ઞાન અને સ્વયં સૂઝ હતાં તે આપણને એટલે કે ભારતની અને ગામડાંની જનતાને ઘણું ઘણું આશાજનક ચિત્ર દર્શાવી જાય છે. શિક્ષણમાંનાં ભયસ્થળે શિક્ષણ વધતાં અભિમાન-ઉડતા-વચ્છેદ વગેરે દૂષણ વધે છે, તે ભયસ્થળ વ્યક્તિ અને સમાજ બનને માટે ઘણું મોટું છે. કદાચ એથી જ કહેવાયું છે. - સાક્ષર; જે વિપરીત માર્ગે વળે તો “રાક્ષસ” બની જાય છે. “સારા” -શબ્દને ઉલટાવીએ તો “રાક્ષસ' શબ્દ જ બની જવા પામે છે. ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધ બને પિતાનું ઊંડું અધ્યાત્મજ્ઞાન લોકભાષામાં જ આપે છે અને ભ. મહાવીરે તો “જે સંખયા તુચ્છ પરપવા તે પિજજદષાણુ ગયા પરબ્બા” એટલે કે જે શિક્ષણવંત “માત્ર ભાષા જ્ઞાનને જ આત્મજ્ઞાન માની Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005341
Book TitleParv Mahima
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1989
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy