SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ વધુ જરૂર સત્ય અને અહિંસાના પ્રયોગો ઘેર-ઘેર અને ઠેર-ઠેર થવા જોઈએ તે છે. સદ્દભાગ્યે ગાંધીજીએ તેની ભારત દ્વારા અને ભારતની એક ઘડાયેલી રાજ્ય સંસ્થા દ્વારા જે પહેલ કરી છે તેનું અનુસંધાન જે ચાલુ રખાય તે ભારત દ્વારા જગતમાં મોટું કામ થાય અને તે શ્રીમદ્જીની જે ભાવના હતી જે આપણે ઉપર જોઈ છે તે બરાબર પાર પડે. એટલે ગાંધીજી ઉમ્મરમાં ભલે શ્રીમથી નાના હોય પણ શ્રીમની “કરો સત્ય ધર્મને ઉદ્ધાર” એ બાબતમાં શ્રીમથી આગળ છે. વળી આ યુગ પણ સમાજગત સાધનાને યુગ છે. એ દષ્ટિએ પણ સમાજગત સાધનાના જે પ્રયોગો વર્ષોથી સ્થગિત હતા તે યુગના સંદર્ભમાં ગાંધીજીથી જ ચાલુ થયા ગણાય. આ રીતે જે ગાંધી–પ્રયોગોને જોઈશું તે આજના ભારતને અને જગતને શ્રીમદ્ વિચારેને સમજ્યા વિના અને અમલમાં મૂક્યા વિના નહીં ચાલી શકે, કારણ કે શ્રીમની વ્યાસપીઠ મૂળથી જ આપણે ઉપર જોઈ તેમ ધાર્મિક-આધ્યાત્મિક છે. અને તે જ ભૂમિકા વિશ્વની માનવજાતને એક કરવામાં અને માનવતાને મેખ કરવામાં ઉપયોગી થઈ શકે તેમ છે. માનવજાત માનવતામય બને તે જ ગાંધીજીએ કહ્યું છે તેમ પ્રાણીમાત્રના વાલીરૂપે માનવ સાચો ભાગ ભજવી શકે. જે કાયમી વિશ્વશાંતિ માટે અનિવાર્યપણે જરૂરી છે. ધર્મમય સમાજરચન સત્ય અને અહિંસાના પ્રયોગોમાં ગાંધીજીએ તપ-ત્યાગથી રસાયેલું તેમજ સાદુ ભવ્ય જીવન પસંદ કર્યું હતું અને એની પ્રતિષ્ઠા સાર્વત્રિક સ્થાપી હતી. શ્રીમદ્દન જીવનપ્રસંગોથી તમે એ પણ જાણી શકશો કે તેઓ આંતબા સાધુતા મેળવવા માટે સંપૂર્ણ ત્યાગ અને સાધુવેશ પહેરવાની તૈયારી કરતા હતા. તેમાં વચ્ચેથી કાળ તેમને હરી લઈ ગયો, અને એ જ અધૂરી વાતને બ્રહ્મચર્ય અને વાનપ્રસ્થી જેવું જીવન જીવીને ગાંધીજીએ આગળ ધપાવી. હવે આ બને મહાપુરુષોનું કવન અને જીવન જોઈને ભારતે અને જગતે એ વાત આગળ ધપાવવાની છે. શ્રીમદ્દનું શિક્ષણ અને અનુભવ જ્ઞાન આજના શિક્ષણમાં સાક્ષરી વધે છે, પણ કેળવણી કે સંસ્કારો વધે છે કે કેમ ? તે તરફ જવાતું નથી. આથી શિક્ષિત બેકારની ફોજ જેટલી વધી છે, તેટલે અંશે દેશમાં શિસ્ત, બિનજવાબદારી અને જિંદગીની જરૂરિયાત જ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005341
Book TitleParv Mahima
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1989
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy