________________
પવિત્રતાને પંથે
અથવા
અઢાર પાપસ્થાનકેાથી નિવૃત્ત થવાના માર્ગ.
પ્રકરણ ૧ લુ.
પ્રાણાતિપાવિરમણ,
જીવમાત્ર સુખને શોધે છે. જ્યાં સુધી આત્માને પૈાતાના ખરા સ્વરૂપના અનુભવ ન થાય ત્યાંસુધી તેને કદાપિ ખરી શાન્તિ મળી નથી અને મળવાની નથી. આત્મા પાતે જ્ઞાન-સ્વરૂપી છે. તેનામાં અનંત જ્ઞાન, અનંત શક્તિ અને અન ંત આનંદ રહેલાં છે. તે આત્મા પેાતાના જ્ઞાનસ્વરૂપે જગતના તમામ પદાર્થોને-તે પદાર્થોના ગુણુ અને પોંચા સહિત જાણે છે અને અનુભવે છે. તે બાહ્ય પદાર્થાન તેમજ પેાતાના શરીરને સાધના તરીકે વાપરે છે, પણ પાતે પાતાના સ્વરૂપમાં જ આનંદ માને છે. ઇન્દ્રિયાના આવેશે અને મનના વિચારરૂપી તરગા તેના પગ આગળ આવીને ભલે અથડાય પણ તે તે પેાતાના ઉચ્ચ સ્વભાવરૂપ ખડક ઉપર સ્થિર રહે છે; કારણ કે ઇન્દ્રિયા તથા મનને બળ આપનાર પણ પાતે જ છે; માટે જ્યાં આત્મા પેાતાનું ખળ ખેંચી લે છે ત્યાં મન તથા ઇન્દ્રિયે શિથિલ અની જાય છે અને તે
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org