________________
૧૦૩
રતિઅતિવિરમણ
આ રતિઅરતિની સ્થિતિથી મુક્ત થવું હોય તે મનુષ્ય પાણીના કલ્લોલ પરથી ખડક ઉપર થોડી વાર પણ ઊભાં રહેતાં શીખવું જોઈએ. કલેલો તેના પગ સાથે અથડાશે, પણ તેને ઘસડી જશે નહિ. તે કલેલેના સ્વરૂપને હવે દ્રણ બને છે. તે કલૅલરૂપ નહિ બનતાં કલાનું હાર્દ સમજવા પ્રયત્ન કરે છે. તેણે સૌથી પ્રથમ તો એ વિચારવું જોઈએ કે Nothing is eternalin this universe. આ વિશ્વમાં કોઈપણ સ્થાયી નથી. ભગવદ્ગીતામાં લખ્યું છે કે – मात्रास्पर्शास्तु कौन्तेय ! शीतोष्णसुखदुःखदाः ॥ आगमापायिनोऽनित्यांस्तांस्तितिक्षस्व भारत ! ॥
હે અર્જુન ! શીત, ઉષ્ણ, સુખ, દુઃખ વગેરેને આપવાવાળા ઈન્દ્રિયેના સ્પર્શે આવવા અને જવાવાળા હાઈ અનિત્ય છે માટે તેને તું સહન કર. અર્થાત્ જગતના બાહ્ય પદાર્થો જેમાં આપણે આટલું બધું સુખ કે દુઃખ માનીએ છીએ તે સર્વે સ્થાયી નથી, પણ ક્ષણે ક્ષણે બદલાય છે. શ્રીમદ્ રાજચંદ્ર એક સ્થળે લખ્યું છે કે –
વિદ્યુત લક્ષમી, પ્રભુતા પતંગ, આયુષ્ય તે તે જળના તરંગ; પુરંદરીચાપ અનંગ રંગ
શું રાચીએ જ્યાં ક્ષણનો પ્રસંગ ? લક્ષમી વિજળી સમાન ચપળ છે, સત્તા પતંગ જેવી અસ્થિર છે, આયુષ્ય એ પાણીના કલેલ સમાન છે, કામના રંગે તે મેઘધનુષ્ય જેવા છે. જ્યાં આવા ક્ષણિક સુખ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org