________________
૧૦૪
પવિત્રતાને પંથે
આપનારા પ્રસંગે હેાય ત્યાં મનુષ્ય શું રાચે અથવા રતિ કરે ? તેમ જ દુઃખદ પ્રસંગે વિષે શાક પણ શું ધરે ? કારણ કે કોઈપણ વસ્તુ સ્થાયી નથી. સુખ પણ સ્થાયી નથી તેમ દુઃખ પણ સ્થાયી નથી. તે ઉપર એક ટૂંક દષ્ટાંત છે.
એક રાજા હતા. તેના કંઠમાં એક માદળીઉં હતું. તે શા હેતુથી નાંખવામાં આવ્યું હતું અને તેમાં શું હતું તે તે જાણતું ન હતું, પણ વંશપરંપરાથી તે ઉતરી આવ્યું હતું. તે રાજા પર એક બીજો બળવાન રાજા ચઢી આવે તેણે આને હરાવ્યો. રાજા તેના કેટલાક સામત સાથે જંગલમાં નાસી ગયે. જંગલમાં એક વૃક્ષ નીચે બેસી વિચાર કરતાં તેની દૃષ્ટિ પિતાના કંઠમાંના માદળીયા પર પડી. તેણે તે ભંગાવરાવ્યું, તે તેમાંથી જીર્ણ તાડપત્રને એક કકડે નીકળે. તેના પર લખ્યું હતું કે મf mમિષ્યતિ This too shall pass away-આ પણ જતું રહેશે. તેણે વિચાર કર્યો કે હવે શું જતું રહેશે? મારી પાસે શું રહ્યું છે કે તે ચાલ્યું જાય ? વિચારતાં તેને લાગ્યું કે આ મારે પરાભવ (હાર) ચાલ્યો જશે અને મને વિજય મળશે. આ વિજયને વિચાર તેના મનમાં કુરતાં તેનામાં નવું ચિતન્ય આવ્યું. તેણે ફરીથી સૈન્ય એકત્ર કર્યું. તે રાજાને હરાવ્યું. વિજય મેળવ્યું. તેને હવે ફુલાઈ જવાનો સંભવ હતો. તેની દૃષ્ટિ પાછી માદળીયા પર પડી. તેણે વિચાર્યું કે આ પણ ચાલ્યું જશે. આ વિજય પણ જશે.
આ ઉપરથી સાર એ નીકળે છે કે-સુખના પ્રસંગમાં એ વિચાર કરે કે આ સુખ પણ ચાલ્યું જશે માટે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org