________________
૧૦૨
પવિત્રતાને પંથે
ન રુચે તે પ્રત્યે અરતિ થાય છે. મનને સ્વભાવ જ એવો પડી ગયેલ છે કે કઈ પણ પદાર્થ, મનુષ્ય કે બનાવ જોતાં કાં તો તેના તરફ પ્રીતિ ધરાવે છે કે કાં તો તે પ્રત્યે અપ્રીતિ થાય છે. રતિ અને અરતિ એ ખરી રીતે કહીએ તે રાગ અને દ્વેષનાં મંદસ્વરૂપ છે. કોઈ પણ વસ્તુ વિષે રતિ થતાં ધીમે ધીમે તે પ્રત્યે રાગ થતો જાય છે, અને જે અરતિ અથવા અરુચિ થઈ તો તેમાંથી બીજા કારણે મળતાં તે અરતિ શ્રેષનું રૂપ લે છે. શ્રીમદ્ આનંદઘનજી તે એટલે સુધી કહે છે કે “શ્રેષ અરેચકભાવ” જ્યાં અચિ થઈ ત્યાં દ્વેષ જ સમજ. - રતિઅરતિ મનુષ્યના મનને એક ક્ષણવાર પણ શાંત બેસવા દેતી નથી. અમુક બનાવોથી મનુષ્યને કાં તો હર્ષ થાય છે કે કાં તો ખેદ થાય છે. અમુક મનુષ્યને જોઈ કાં તો આનંદ થાય છે કે કાં તો વિષાદ થાય છે. એટલે મનના કલેલે નિરંતર ચાલ્યા કરે છે અને તે આપણા મનને જરા પણ સ્થિર થવા દેતા નથી. રતિ કે અરતિ બેમાંનું એક કલ્લેલ તો દરેક પળે આપણને ઘસડતું જ હોય છે. આ સ્થિતિમાં મનની શાંતિ ક્યાંથી હોય ? આ મનુષ્ય બહારના સંયેગોને વિશેષ આધીન બને છે. આત્મા મોટે ભાગે નિમિત્તવાસી હોવાથી તેવા મનુષ્યને જે જે સુખદુઃખના પ્રસંગો મળે તે પ્રમાણે તે હર્ષશેક ધારણ કરે છે. સુખ કે દુખ, લાભ કે ગેરલાભ, વિજય કે પરાભવ આ બેમાંનું જે એક કારણ મળે છે, તેથી રતિ કે અરતિ જન્મે છે અને તે સ્થાયી હોય એમ માની જીવ હર્ષ કે શેક ધારણ કરે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org