________________
- શ્રી ચરણવિધિ-અધ્યયન-૩૧
૨૭૯ अणगारगुणेहिं च, पकप्पंमि तहेव य । जे भिक्खू जयई निच्चं, से न अच्छइ मंडले ॥१८॥ अनगारगुणेषु च, प्रकल्पे तथैव च । यो भिक्षुर्यतते नित्यं, स नास्ते मण्डले ॥१८॥
અર્થ–સાધુના વ્રત વગેરે સત્તાવીશ ગુણેમાં અર્થાત્ છ વ્રત, પાંચ ઇન્દ્રિયને નિગ્રહ, ભાવશુદ્ધિ, ક્રિયાશુદ્ધિક્ષમા, વૈરાગ્ય, મન-વચન-કાયાની દુષ્ટ પ્રવૃત્તિને નિરોધ, છ વનકાયની રક્ષા, એગયુક્તતા, વેદનાદિનું સહન અને પ્રાણાન્ત ઉપસર્ગ આદિમાં પણ સમાધિ રાખવી. આ ગુણેમાં યથાર્થ સેવન કરવા દ્વારા થતા શસ્ત્રપરિજ્ઞા આદિ અઠ્ઠાવીશ અધ્યયનાત્મક શ્રી આચારાંગ રૂ૫ પ્રકલ્પમાં, (જ્યાં યતિવ્યવહાર પ્રકૃષ્ટ છે) (૨૮ અધ્યયને–શસ્ત્રપરિજ્ઞા, વેકવિજય, શીતવણીય, સમ્યકત્વ, આવતી લેકસાર, ધૂત, વિમેહ, ઉપધાનશ્રુત, મહાપરિજ્ઞા, પિંડેષણ, શય્યા, ઈર્ષા, ભાષા જાત, વઐષણા, પાટષણ, અવગ્રહ પ્રતિમા, (સ્થાન, નૈધિક, ઉચ્ચારપ્રશ્રવણ, શબ્દ, રૂપ, પરક્રિયા અને અન્ય ક્રિયા) આ સાત સખિક ભાવના, વિમુક્તિ ઉદ્દઘાત (નાનું પાયશ્ચિત્ત), અનુદૂવાત મેટું પ્રાથશ્ચિત્ત) અને આપણુ (આપેલા પ્રાયશ્ચિત્તમાં વધારે કરે તે) યથાર્થ પ્રરૂપણા દ્વારા જે મુનિ હંમેશાં પ્રયત્ન કરે છે, તે સંસારચકમાં રહેતું નથી. (૧૮-૧૨૧૮)
पावसुयपसंगेसु मोहटाणेसु चेव य । जे भिक्खू जयई निच्चं, से न अच्छह मंडले ॥१९॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org