________________
અ
૧
-
૨૭૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે બીજો ભાગ त्रयोविंशति सूत्रकृते, रूपाधिकेषु सुरेषु च । यो भिक्षुर्यतते नित्यं स नास्ते मण्डले ॥१६॥
અર્થ-શ્રી સૂયગડાંગ સૂત્રના ત્રેવીસ અધ્યયને, તેમાં પહેલા મૃતકંધના સેલ કહ્યાં અને બીજા પ્રતસ્કંધના પુંડરીક, કિયાસ્થાન, આહાર પરિજ્ઞા, અપ્રત્યાખ્યાન કિયા, અનગાર, આદ્રકીય અને નાલંદીય–એમ સાત મળીને ત્રેવીશ અધ્યયનમાં, તેમજ રૂપાધિક દશ ભવનપતિ, આઠ વ્યંતર, પાંચ તિષી અને એક પ્રકારે વૈમાનિકે મળી કુલ ચારેય નિકાયના વીશેય જાતિના દેવને વિષે યથાર્થ પ્રરૂપણું વગેરે દ્વારા જે સાધુ પ્રયત્ન કરે છે, તે સંસારચકમાં રહેતું નથી. (૧૬-૧૨૧૧)
पणवीसभावणाहि, उद्देसेसु दसाइणं । जे भिक्खू जयइ निच्चं, से न अच्छइ मंडले ॥१७॥ पञ्चविंशतौ भावनासु, उद्देशेषु दशादीनाम् । यो भिक्षुर्यतते नित्यं, स नास्ते मण्डले ॥१७॥
અર્થ-પાંચ મહાવ્રતના રક્ષણ માટે દરેક વતમાં ભાવવાની પાંચ-પાંચ મળીને પચીશ ભાવનાઓમાં, પરિભાવનારૂપે, સૂત્રાદિના ઉદ્દેશ-સમુદેશ અને અનુજ્ઞા માટે ગુરૂને છ વંદન દેવાં, ત્રણ વાર કાઉસ્સગ્ન કર, ઈત્યાદિ શાસ્ત્રોક્ત ક્રિયા કરવી તે ઉદેશના કાળ જાણવા. તે શ્રી દશાશ્રુતસ્કંધના દશ અધ્યયને દશ, શ્રી કલપસૂત્રના દશ અધ્યયનમાં દશ અને વ્યવહારના છ ઉદ્દેશાના–એમ છવ્વીશને અંગે કાલગ્રહણદિનેતે ક્રિયા વગેરેમાં પ્રરૂપણ દ્વારા જે ભિક્ષુ હંમેશાં પ્રયત્ન કરે છે, તે સંસારચક્રમાં રહેતું નથી. (૧૭-૧૨૧૬)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org