________________
૨૨૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગ नो भूयो भूयः उपचिनोति, अनादिकं च नु अनवदग्रं दीर्घाद्धं चतुरन्तं संसारकान्तार क्षिप्रमेव व्यतिव्रजति ॥३४॥
અર્થસૂત્રની માફક અર્થના અવિસ્મરણ માટે અનુપ્રેક્ષા કરવી જોઈએ. તે હે ભગવદ્ ! અનુપ્રેક્ષાથી જીવ કયા ગુણને મેળવે છે? અર્થના ચિંતન રૂપ અનુપ્રેક્ષાથી આયુષ્યકર્મ સિવાયની ગાઢબંધને બાંધેલી સાત કર્મપ્રકૃતિઓને શિથિલબંધને બદ્ધ અર્થાત્ અપવર્તાનાદિ કરણગ્ય કરે છે, કારણ કે–આ અનુપ્રેક્ષા તપન ભેટ રૂપે હેઈ, તપન તે નિકાચિત કર્મને ખપાવવામાં શક્તિ છે. વળી દીર્ઘકાળની સ્થિતિવાળી અશુભ કર્મપ્રકૃતિઓને હસ્વકાલની સ્થિતિવાળી બનાવે છે, કારણ કે-શુભ આશયના વિશે સ્થિતિકંડકનો અપકાર થાય છે. વળી તીવ્ર રસવાળી અશુભ કર્મપ્રકૃતિએને મંદ રસવાળી બનાવે છે. બહુ પ્રદેશવાળી અશુભ પ્રકૃતિઓને અ૫ પ્રદેશવાળી બનાવે છે. આયુષ્યકર્મને બાંધે ખરો અને ન પણ બાંધે, કારણ કે–તે જીવને ત્રીજો ભાગ વગેરે શેષ આયુષ્યપણમાં જ બંધાય છે. જે બાંધે તે દેવનું આયુષ્ય જ બાંધે, કારણ કે-મુનિને દેવના આયુષ્યના બંધનો જ સંભવ છે. તથા અશાતા વેદનીયકર્મ અને બીજી અશુભ પ્રકૃતિને વારંવાર બાંધો નથી. વારંવારને નિષેધ એટલા માટે છે કે-કઈ એક પ્રમાદથી પ્રમત્ત મુનિને તે અશુભ પ્રકૃતિના બંધને પણ સંભવ છે. તથા અનાદિ અનંત દીર્ઘ કાળવાળા ચતુતિ રૂપ સંસારજંગલને જલદી જલદી પાર કરી જાય છે–ઉલ્લંઘી જાય છે. (૨૪-૧૧૧૪)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org