________________
૧૫૪
શ્રી ઉત્તરાધ્યયન સત્ર સાર્થ-બીજો ભાગ જે કે-“તમે કરવા માટે ઈચછેવું આ કાર્ય છે પણ મારી ઈચ્છા છે.” “હું આ કામ કરું, મારા પાત્રવેપાદિ કાર્યને તમે ઈચ્છાથી કરે.” આ પ્રમાણે ક્રમશઃ સ્વ-પર સારણમાં ઈચ્છાકાર” સામાચારી છઠ્ઠી જાણવી.
(૭) જ્યારે કોઈ પણ પ્રવૃત્તિમાં ભૂલ થાય, ત્યારે ભૂલના સ્વીકારપૂર્વક મિથ્યા દુષ્કૃત” આપે. અર્થાત્ અસત્ય આચરણ થતાં ધિક્કાર છે મને, કે જે મેં આ અસત્ય કરેલ છે. –આવા પ્રકારની નિંદામાં “મિચ્યાકાર” નામની સાતમી સામાચારી સમજવી.
(૮) જ્યારે ગુરુમહારાજ વાંચના વગેરેનું દાન કરે, ત્યારે “આ આ પ્રમાણે જ છે.' –એવા સ્વીકાર રૂપ પ્રતિશ્રતમાં અર્થાત્ ગુરૂ આદિ જે કહે તે સાંભળી તે તરત જ ‘તહત્તિ કહી સ્વીકાર રૂપ પ્રતિશ્રતમાં “તથાકાર” નામની આઠમી સામાચારી છે.
(૯) બહુમાનયેગ્ય આચાર્ય, ગલાન આદિને યથેચિત આહાર આદિ સંપાદન રૂપ ગુરુપૂજામાં “અયુત્થાન' નિમંત્રણ રૂપ નવમી સામાચારી જાણવી.
(૧૦) બીજા આચાર્યની સમીપમાં “આટલા કાળ. સુધી આપની પાસે હું રહીશ.”—એવી “ઉપસંપદા' નામની દશમી સામાચારી સમજવી. આ પ્રમાણે દશવિધ સામાચારી, કહેલી છે. (૫ થી ૭-૯૮ થી ૯૯)
पुचिल्लंमि चउब्भागे, आइच्चंमि समुट्ठिए। . भंडगं पडिलेहिता, वंदित्ता य तो गुरु ॥८॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org