________________
૧૦૦
શ્રી ઉત્તરદાયન સૂત્ર સાથ–બીજો ભાગ
જાણું શકવા તેઓ સમર્થ થતા નથી. જ્યારે છેલ્લા તીર્થકરના સાધુઓને સાધુ-આચાર દુઃખે કરી પાળી શકાય એવા છે કારણ કે–તેઓ કોઈ પણ રીતિએ જાણતા હોવા છતાં પણ વક–જડતાના કારણે યથાર્થ રીતિએ પાળી શકતા નથી. તેમ જ મધ્યમ તીર્થંકરના સાધુઓને સાધુ–આચાર સુવિધ્ય અને સુપાલક થાય છે, કેમ કે તેઓ ત્રાજુ -પ્રાજ્ઞતાના કારણે તે સુખે જાણે છે અને પાળે છે અને તેથી તેઓ ચાતુર્યામના કથનમાં પંચમ યામને જાણવા અને પાળવા માટે સમર્થ છે. કહ્યું છે કે “અપરિગ્રહીત સ્ત્રીને ભેગ અસંભવિત છે, માટે પરિગ્રહના પચ્ચકખાણમાં સ્ત્રીનું પચ્ચકખાણ આવી ગયું – એમ બુદ્ધિથી તેઓ જાણે છે. આવી રીતિએ (તે તે અપેક્ષાએ) શ્રી પાર્શ્વનાથસ્વામીએ ચાતુર્યામ ધર્મ કહ્યો છે. પૂર્વના કે પછીના તેવા નહિ હેવાથી શ્રી ઋષભદેવસ્વામીએ અને શ્રી વર્ધમાનસ્વામીએ પંચમહાવ્રત રૂપ ધર્મ કહ્યો છે. આ પ્રમાણે વિચિત્ર બુદ્ધિવાળા શિષ્યના ઉપકારને માટે ધર્મના બે પ્રકારે છે. તે વાસ્તવિક કે તાત્વિક નથી.(૨૫ થી ૨૭-૮૪૯થી ૮૫૧) साहु गोअम ! पण्णा ते,छिण्णो मे संसओ इमो। अन्नो वि संसओ मज्झं, तं मे कहसु गोअमा ! ॥२८॥ अचेलओ य जो धम्मो, जो इमो संतरुत्तरो। देसिओ वद्रमाणेण, पासेण य महामुणी ॥२९॥ एगाजपवन्नाणं, विसेसे किं नु कारणं । लिंगे दुविहे मेहावी, कह विप्पच्चो न ते ॥३०॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org