________________
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે
અથ–આ પ્રમાણે આ મોક્ષમાર્ગના શત્રુઓ, અનંત સંસારમાં, લાંબા-અન્ય અન્ય ભવભ્રમણરૂપ માર્ગને પામેલા દુઃખી થાય છે. તેથી પૃથ્વીકાય વગેરે અઢાર ભેદવાળી ભાવદિશાઓને જેનારો બની, જેમ એકેન્દ્રિય વગેરેની વિરાધના ન થાય અને તેમાં જન્મ ન થાય, તેવી રીતે અપ્રમત્ત બની સંયમમાર્ગમાં તે સુશિષ્યતું વિચરજે ! (૧૩–૧૭૧)
बहिआ उड्ढमादाय, नावकखे कयाइवि। पुव्वकम्मक्खयट्ठाए, इमं देहं समुद्धरे ॥ १४ ॥ बहिः ऊर्ध्वमादाय, नावकाइक्षेत् कदाचिदपि । पूर्वकर्मक्षयार्थ, इमं देहं समुद्धरेन् । १४ ॥
અર્થ–સંસારથી પર મોક્ષના ઉદ્દેશને નિશ્ચય કરી કદાચિત પણ વિષયવાંછા ન કરે ! પૂર્વકૃત કર્મોનો ક્ષય માટે ઉચિત આહાર વગેરેથી આ દેહનું પાલન કરે ! (૧૪-૧૭૨)
विगिंच कम्मुणो हेउ, कालखी परिधए । मायं पिंडस्स पाणस्स, कडं लभ्रूण भक्खए ॥ १५ ॥ विविच्य कर्मणो हेतुं, कालकाक्षी परिव्रजेत् । मात्रां पिण्डस्य पानस्य, कृतां लब्ध्वा भक्षयेत् ॥ १५ ॥
અર્થ-કમના ઉપાદાન કારણ મિથ્યાત્વ વગેરેને ત્યાગ કરી, અનુષ્ઠાનના કાલની ઈચ્છાવાળે સંયમમાં વિચરે ! જેટલાથી સંયમને નિર્વાહ થાય, તેટલે ગૃહસ્થાએ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org