________________
શ્રી ચતુરંગીય અધ્યયન-૩
૪૩
मानुष्यं विग्रह लब्ध्वा, श्रुतिधर्मस्य दुर्लभा । यं श्रुत्वा प्रतिपद्यन्ते, तपः शान्ति अहिंस्रताम् ॥ ८ ॥
અર્થ–મનુષ્યના શરીરને મેળવવા છતાં આલસ વગેરે કારણથી ધર્મનું શ્રવણ દુર્લભ છે. જે ધર્મને સાંભળી, ભવ્ય તપ, ક્રોધ વગેરે કષાયનો વિજય, અહિંસા વગેરે વ્રતને પામે છે. (૮-૧૦૨)
आहच्च सवणं लर्बु, सद्धा परमदुल्लहा । सेोच्चा नेआउअं मग्गं. बहवे परिभस्सइ ॥ ९ ॥ कदाचिन् श्रवण लब्ध्वा, श्रद्धा परमदुर्लभा । श्रुत्वा नैयायिक मार्ग, बहवः परिभ्रश्यन्ति ॥ ९ ॥
અર્થ–કદાચ મનુષ્યજન્મ, ધર્મનું શ્રવણ થવા છતાં ધર્મરુચિરૂપ શ્રદ્ધા અત્યંત દુર્લભ છે, કેમ કે ન્યાયસંપન્ન, સમ્યગદર્શન વગેરે મેક્ષમાર્ગને સાંભળવા છતાં ઘણા જીવો મેક્ષમાર્ગથી પડી જાય છે. (૯-૧૦૩)
सुई च लर्बु सद्धं च, वीरिअं पुण दुल्लहं । बहवे रोअमाणावि, ना य गं पडिवज्जए ॥ १० ॥ श्रुतिं च लब्ध्वा श्रद्धां च, वीर्य पुनर्दुर्लभम् । बहवः रोचमाना अपि, नो एन प्रतिपद्यन्ते ॥ १० ॥
અર્થ–મનુષ્યજન્મ, ધર્મનું શ્રવણ, ધર્મની શ્રદ્ધા થવા છતાં સંયમપાલનમાં વિર્ય વિશેષ દુર્લભ છે, કેમ કે ઘણ, ધર્મ શ્રદ્ધાલુ હોવા છતાં ચારિત્રમેહનીય કર્મના ઉદયથી શ્રેણક વગેરેની માફક સંયમને સ્વીકારી શકતા નથી. (૧૦-૧૦૪)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org