________________
ર૬
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે રથસેના અને પાયદળ સેનાથી પરિવૃત્ત થઈને, મૃગમાંસના આસ્વાદમાં લુપ બને, ઘોડેસ્વાર બની, કાંપિલ્ય નગરના કેશર નામના ઉદ્યાનમાં પહોંચી, મૃગેને ક્ષેભવાળા બનાવી, ભયભીત તથા આજુબાજુ દોડવાથી ખિન્ન બનેલા કેટલાંક મૃગોને રાજાએ શિકાર કરવા માંડ્યો. (૨+૩, ૫૪૧૫૪ર)
अह केसरंमि उजाणे, अणगारे तवोधणे । सज्झायझाणसंजुने, धम्मज्झाण' झियायइ ॥४॥ अफोवमंडवंसि, झायइ खविआसवे । तस्सागए मिए पास, वहेइ से नराहिवे ॥५॥ युग्मम् ।। अथ केसरोद्याने, अनगारस्तपोधनः । स्वाध्यायध्यानसंसक्तों, धर्मध्यान' ध्यायति ॥४॥ अफोवमण्डपे ध्यायति, क्षपिताश्रवः । तस्यागतान् मृगान् पार्श्व, हन्ति स नराधिपः ।।५।।
અર્થ-જ્યારે રાજા મૃગોને શિકાર કરવા માંડ્યો, ત્યારે આ કેશર નામના ઉદ્યાનમાં સ્વાધ્યાયધ્યાનસંયુક્ત-તપરૂપી ધનવાળા એક મુનિરાજ ધર્મધ્યાન નામનું ધ્યાન કરી રહ્યા હતા. વૃક્ષ વિ.થી વ્યાપ્ત નાગરવેલ વિ.ના મંડપમાં આશાને દૂર કરનાર અને ધ્યાન કરનાર તે ગર્દભાલિ મુનિરાજની પાસે તે હરણો દેડી આવ્યા, છતાં તે મૃગોનો રાજાએ શિકાર કર્યો. (૪૫, ૫૪૩+૫૪૪)
अह आसगओ राया, खिप्पमागम्म सो तहिं । हए मिए उ पासित्ता, अणगार तत्थ पासई ॥६॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org