________________
૧૮૦
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે सर्व विलपित गीत', सर्वं नृत्य विडम्बितम् । सर्वाण्याभरणानि भाराः, सर्वे कामा दुःखावहाः ॥ १६ ॥
અથ–હે ચકવતી ! આ સઘળુંય ગીત અમારે મન વિલાપ રૂદન સરખું છે, સઘળુંય નૃત્ય વિડંબના સરખું છે તથા સઘળાં આભરણે ભારભૂત તેમ જ સઘળાં કામ નરકહેતુ હોઈ દુઃખદાયક છે. (૧૬-૪૨૦) बालाभिरामेसु दुहावहेसु, नत सुह कामगुणेसु राय । विरत्तकामाण तवोधणाण जौंभिक्खुण सीलगुणे रयाणं ॥१७॥ बालाभिरामेषु दुःखावहेषु, न तत्सुख कामगुणेषु राजन् । विरक्तकामानांतपोधनानां, यद् भिक्षूणां शीलगुणे रतानाम् ।१७।
અથ–અજ્ઞાની અને ચિત્તમાં આનંદ આપનાર, અર્થાત્ આરંભે જે મધુર અને પરિણામે જે ખેદ આપનાર દુઃખદાયી મનોહર શબ્દ વિ. ભોગવાતા વિષયમાં પણ રાજન્ ! સુખ નથી પણ સુખાભાસ છે; કેમ કે-વાસ્તવિક સુખશાન્તિ જે કામવિરક્ત સાધુઓને શીલગુણની મસ્તીમાં છે, તેને અનંત અંશ પણ કામગમાં નથી. (૧૭-૪૦૧) नरिंद जाई अहमा नराण, सोवागजाई दुहओ गयाण। जहिं वयं सव्व जणस्स वेसा, वसीअ सोवागनिवेसणेसु ॥१८॥ नरेन्द्र ! जातिरधमा नराणां, श्वपाकजाति द्वयोर्गतयोः । यस्यां आवांसर्वजनस्य द्वेष्यौ, अवसाव श्वपाकनिवेशनेषु ॥१८॥
અર્થ-હે નરેન્દ્ર! મનુષ્યોમાં ચાંડાલ જાતિ અધમ જાતિ છે. જ્યારે આપણે તે જાતિમાં જન્મ્યા, ત્યારે સર્વ જનેને અપ્રીતિક-નિંદ્ય તરીકે રહ્યા હતા. (૧૮-૪૦૨)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org