________________
દુર્ભાવનાનું મેદાન મળે કે સુભાવનાનું સુરદ્રમ મળે. મન દુર્ભાવનાના દુદત દાવાનલમાં દગ્ધ બને, એટલે એની આજ્ઞાવતી પાંચેય ઈન્દ્રિ કૂદાકૂદ કરી મૂકે છે. વાસનાના વિરાટ વનમાં પાંચેય ઈન્દ્રિયો છુટી થયા પછી તેવીશ વિષયોના વિવરમાં તે વિલક્ષ્યા કરે છે. આ તે તેફાન એવું જામે છે કે-તેને કાબુ તો દૂર રહ્યો, પણ તેનાથી જીવ હેરાન-પરેશાન થઈને “પતિ ન ” અથવા નરકની અશુચિમાં જીવ બીચારે સીધે ગબડી જ પડે છે.
આ જીવાત્માને જે ઉવીકરણ કરવું હોય, મનને સ્વવશ રાખવું હાય, પાંચેય ઈન્દિથી પેદા થતી વાસનાને બાળીને ખાખ બનાવવી હોય, તે પ્રતિદિન મનને સ્વાધ્યાય-સુધાના પાનથી તરબતર-તરબોળ રાખવું એ જ ઉચિત છે.
શાસ્ત્રોમાં પૂર્વ મહર્ષિઓના આયુ મોડો વર્ષોનાં દર્શાવ્યાં છે. રાજાઓ-મહારાજાઓ રાજ્યને તૃણની જેમ અસાર સમજીને ત્યાગ કરતા હતા, ધનાઢયો અઢળક ઋદ્ધિ-સિદ્ધિને બળતા ઘરની જેમ ત્યાગ કરીને સંયમ–પંથના પ્રવાસી બનતા હતા, અને સ્વમાનેલી સર્વ વ્યાહજનક વસ્તુઓને તરછોડીને નિન્ય બનતા હતા એ આજે વર્ષો પર્યત સંયમનું શુદ્ધ પાલન કરતા હતા. એટલે દીર્ઘકાલ તેઓના પરિણામની વિશુદ્ધિ, મનની દઢતા અને ભાવોલ્લાસની પવિત્રતા માત્ર સ્વાધ્યાય જ ટકાવી રાખતો હતો,-એમ શાસ્ત્રાભ્યાસના અનુભવથી સ્પષ્ટ જણાય છે. સંસાર તરવાની ભાવનાવાળા ભવ્ય જીવોએ સ્વાધ્યાયને રસ લખલૂટ લુંટવો જ જોઈએ. અતૂટ ભાવનાથી સંયમસ્થિરીકરણ કરવા માટે સ્વાધ્યાય-સુધાસાગરમાં મગ્ન-લીન રહેવું જ જોઈએ. જેમ નવપરણિત તરૂણને નવવધૂનું સૌન્દર્ય -લાવણ્ય-વચનવિલાસ રૂપ અને રંગ પ્રતિક્ષણ ચિત્તભૂમિ ઉપર સ્મરણ થયા જ કરે છે, તેમ સંયમ પાળનાર પવિત્ર ત્યાગી પુરુષના હૃદયપટ ઉપર શાસ્ત્ર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org