________________
( ૧૦ ).
સ્વાધ્યાય, તેના વિષયો, તેનું પરિણામ અને ચિંત્વન પ્રતિક્ષણ રમતું રહેવું જ જોઈએ. પરિણામે તે સંયમી નિરતિચાર સંયમનું પવિત્ર પાલન કરીને, કર્મવનને બાળીને અને મેક્ષાસ્પદને જલદી મેળવીને, આત્યંતિક અને એકાંતિક સુખનો શાશ્વત ભોકતા બને છે.
શ્રી સર્વજ્ઞ ભગવંતોએ નિર્મલ કેવલજ્ઞાન દ્વારા વિશ્વભરના જંતુઓને સત્ય, પરિપૂર્ણ અને અનંત જ્ઞાન દર્શાવ્યું છે, તેમ જ તે જ્ઞાન શ્રી ગણધર ભગવંતોએ સ્વસ્મૃતિમાં અંકિત કરીને સૂત્ર-આગમ રૂપે ગુંચ્યું છે. ચરમ તીર્થપતિ શ્રી મહાવીર ભગવાનનું અગાધ જ્ઞાન આજે જે આગમોમાં મળે છે, તે શ્રી ગણધર ભગવાનોએ પરમ કૃપાથી શાસ્ત્રોમાં યોજેલું તે જ છે. શ્રી વીતરાગદેવનું જ્ઞાન જે કોઈ પણ આગમમાં ગુંથેલું હોય, તે સર્વ સ્વાધ્યાય યોગ્ય જ છે. તે જ્ઞાનનું ચિંત્વન અને પરિશીલન આત્માને સ્થિર-સ્વભાવી બનાવે જ છે. આત્માનું સાચું દર્શન કરાવવાને એ સમર્થ જ હોય છે.
સર્વ જીવોને સરલતાથી સ્વાધ્યાય ગ્ય અને રસભરપૂર તેમ જ વૈરાગ્ય, અધ્યાત્મ તથા ત્યાગથી તરબોળ વર્તમાનકાળમાં “શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર” ઘણું જ પ્રચલિત અને પ્રસિદ્ધ છે. શ્રી વીર ભગવંતના પવિત્ર શાસનમાં નવદીક્ષિત સંયમીને જીવનની સ્થિરતા, દૃઢતા તથા રસમયતા અથે શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર જ પ્રથમ ભણાવવામાં આવતું હતું સૂત્રધ્યયનના નિમિત્તને મેળવીને ભવ્યાત્માઓ અણીશુદ્ધ ચારિત્રનું પાલન કરી સ્વશુદ્ધિ મેળવતા હતા. શ્રી વીર પ્રભુની અંતિમ વાણી રૂપ આ છત્રીશ અધ્યયનથી શોભિત શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર અનેકોને સ્વાધ્યાયથી ઉપકારજનક બની રહ્યું છે. પ્રત્યેક અધ્યયનોમાં આધ્યાત્મિક જીવનની રસધાર સમા રસિક અને બધોત્પાદક અનેક વિષયોનું વિશદ વિવેચન છે. મૂલ પ્રાકૃત ભાષામાં સંકલિત છે અને એ સત્ર ઉપર અનેક મહાપુરુષની વિદ્રોગ્ય અનેક ટીકાઓ રચાયેલી છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org