________________
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે અથ–પ્રાણહિંસા વિ. પાપને કરનાર, કરાવનાર કે અનુમોદનાર તેઓ કઈ પણ કાળમાં સર્વ દુઃખોથી મુક્ત થતા નથી. અહિંસા વિ. ધર્મવાળા શ્રમણો જ સંસારને તરી જાય છે. આમ તીર્થકર વિ. આર્યોએ કથન કરેલ છે. કેમ કે-આ આ જ અહિંસા વિ. ધર્મની પ્રરૂપણું કરનાર છે. (૮-૨૧૪) पाणे अ नाइवाएज्जा, से समिए ति बुच्चई ताई । तओ से पावयं कम्मं, निज्जाइ उदगं व थलाओ ॥९॥ प्राणांश्च नातिपातयेत्, स समित इत्युच्यते त्रायी। ततोऽथ पापकं कर्मः, निर्याति उदकमिव स्थलात् ।। ९ ।।
અહિંસા વિ.ને સર્વથા નહિ કરનાર, કરાવનાર કે અનુમોદનાર જૈન શ્રમણે જ પાંચ સમિતિથી યુક્ત શજીવનિકાયના રક્ષક હોય છે. તેથી જ જેમ ઉંચીમજબુત જમીન ઉપરથી પાણી એકદમ ઢળી જાય છે, તેમ તેઓમાંથી અશુભ કર્મ નીકળી જાય છે. (–૨૧૫) जगनिस्सिहिं भूएहिं, तसनामेहिं थावरेहिं च। . नो तेसिमारमे दंडं, मणसा वयसा कायसा चेव ॥१०॥ जगन्निधितेषु भूतेषु, प्रसनामसु स्थावरेषु च । नो तेषु आरभेत दण्ड, मनसा वचसा कायेन चैव ।।१०।।
અર્થ –લોકમાં રહેલ સમસ્ત પ્રાણીઓમાં વસનામકર્મના ઉદયવાળા બેઈન્દ્રિય વિ. ની તથા પૃથ્વીકાય વિ. સ્થાવર જીવોની મન-વચન-કાયાથી હિંસા ન કરે ! (૧૦-૨૧૬)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org