SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ આ જગતના છ એ દ્રવ્ય દ્રવ્યતઃ અનાદિ અનંત નિત્ય છે. તેમજ પર્યાય પરિ. ણામે સમયે સમયે ઉત્પાદ-વ્યય તેમજ ધ્રુવપણે પરિણમી છે. જ્યાતિષ્ક દેના વિમાને શાશ્વતા હોવાથી તેઓની ગતિ પણ નિયત (કાયમ) સ્વાભાવિક જ હોય છે. તથાપિ કેટલાક આમિયોગિક દેવતાઓ આજ્ઞાથી, કૌતુકથી તેમજ પોતાની ફરજ સમજીને તે વિમાનને આગળ-પાછળ તેમજ જમણી–ડાબી બાજુએથી જુદા જુદા સિંહ, હાથી, બળદ, ઘેડા વિગેરેના રૂપે કરી તે વિમાનોને વહન કરતા હોવાથી ચેષ્ટાઓ કરતાં હોય છે. बहिरऽवस्थिताः ॥१६॥ અઢીદ્વીપ પ્રમાણ મનુષ્ય ક્ષેત્રની બહાર અર્થાત્ તે ઉપર આવેલ અસંખ્યાત દ્વીપ સમુદ્રોમાં, અસંખ્યાતા સૂર્ય-ચંદ્રો તેમજ તિષિ દેવના વિમાનો આવેલા છે. પરંતુ તે બધાએ સ્થિર છે (અર્થાત્ ભ્રમણ કરતાં નથી.) એટલે જ્યાં સૂર્ય હોય છે ત્યાં કાયમ સૂર્ય હોય છે. અને જ્યાં ચંદ્ર હોય છે ત્યાં કાયમ ચંદ્ર હોય છે. વૈમાનિયા: ૨૭ कलपोपन्नाः कल्यातीताश्च ॥ १८ ॥ उपर्युपरि ॥ १९ ॥ વૈમાનિક દેના બે વિભાગો છે. (૧) કપન (૨) કલ્પાતીત. જે દેવે સ્વામિસેવકભાવ યુક્ત હોય છે, તેઓ કપ પન છે, જે દેવેમાં સ્વામિ-સેવકભાવ નથી. પરંતુ બધા પોને હવયં અહમિન્દ્ર છે. તેઓ કપાતીત સ્વરૂપવાળા છે આ બન્ને દેના સ્થાને નકશામાં બતાવ્યા મુજબ જાણી લેવા. તેઓ ઉપરાઉપર આવેલા છે. सौधर्मशान सानत्कुमारमाहेन्द्रब्रह्मलोकलान्तक महाशुक्रसहस्रारेष्वानतप्राणतयोशरणाऽच्युतयोर्न वसु ग्रैवेयकेषु । विजयवैजयन्तजयन्तापराजितेषु सर्वार्थसिध्धे च ॥ २० ॥ આ દેવલેકમાંના પ્રથમના બાર દેવલોકના સ્થાને તિષ ચકની ઉપર અસંખ્યાતા યોજના ગયા પછી આવે છે. સૌ પ્રથમ પહેલે સૌધર્મ દેવલેક અને તેની બાજુમાં બીજો ઈશાન દેવલોક મેરૂની દક્ષિણ-ઉત્તર આવેલો છે. સૌધર્મ દેવલોકની ઉપર ત્રીજે સનકુમાર દેવલોક આવેલું છે, જયારે ઈશાન દેવકની ઉપર એથે મહેંદ્ર દેવલોક આવેલો છે. આ બનેની ઉપર પાંચમે બ્રહ્મદેવલોક આવેલો છે. તેની ઉપર ક્રમથી છઠ્ઠો લાંતક, સાતમે મહાશુક, આઠમો સહસ્ત્રાર દેવલોક એકબીજાની ઉપર ઉપર આવેલ છે. તેમની ઉપર સૌધર્મ અને ઈશાનની માફક નવો આનત અને દશમે પ્રાણુત દેવલોક આવેલ છે. તેમની ઉપર સમશ્રેણીમાં અગ્યારમે આરણ અને બારમે અચુત Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005334
Book TitleTattvarthadhigama Sutra
Original Sutra AuthorN/A
AuthorShantilal Keshavlal Pandit
PublisherPandit Shantilal Keshavlal
Publication Year1982
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy