________________
એવા બે ભેદ શાસ્ત્રમાં જણાવેલ છે. પ્રત્યેકના દ્રવ્ય અને ભાવથી ભેદો ગીતાર્થ ગુરૂભગવંત પાસેથી જાણી લેવા.
द्विर्घातकी खण्डे ॥ १२॥ पुष्करार्धे च ॥१३॥ वाङ्मानुषोत्तरान् मनुष्याः ॥ १४ ॥
ભરત ક્ષેત્રમાં મેરૂની ઉત્તર-દક્ષિણે જેમ ક્ષેત્રે, પર્વત, નદીઓ આવેલા છે, તેમ ધાતકી ખંડમાં લવણ સમુદ્રથી છેક કાલેદધિ સમુદ્ર સુધી ઉત્તર-દક્ષિણે વિસ્તરેલા બે ઈષકાર પર્વતેથી ઘાતકી ખંડના પૂર્વ-પશ્ચિમ બે વિભાગ પડે છે, તેમાં બે મેરૂ પર્વત છે અને તે બનેની ઉત્તર-દક્ષિણે બંને બાજુ જંબુદ્વીપની માફક ક્ષેત્રે, પર્વતે અને નદીઓ આવેલા છે. તેથી ઘાતકી ખંડમાં બબે ક્ષેત્ર, પર્વતે અને નદીએ વિગેરે જાણવા. તે મુજબ પુષ્કરવર દ્વીપના અર્ધભાગને વીંટળાઈને આવેલા માનુષેત્તર પર્વતથી પડેલા બે ભાગમાં, અંદરની બાજુના અર્ધ પુરવરદ્વીપમાં પણ બબ્બે ક્ષેત્રે, પર્વતે, નદીઓ વિગેરે આવેલા છે એમ જાણવું આ રીતે પાંચ મેરૂ પર્વત સહિત અઢીદ્વીપમાં પાંચ-પાંચ ક્ષેત્રે મળી કુલ પીસ્તાલીસ મનુષ્યના ક્ષેત્રે આવેલા છે, જેનું સ્વરૂપ નીચે મુજબ જાણવું.
અઢીદ્વીપ સંબધે, ૫ ભરતક્ષેત્ર, પ અવત ક્ષેત્ર, ૫ મહાવિદેહ ક્ષેત્ર એ પંદર ક્ષેત્રને કર્મભૂમિના ક્ષેત્રે જાણવા
૫ હિમવંત, ૫ હરિવર્ષ, ૫ ૨૩, ૫ હિરણ્યવંત, ૫ દેવમુરૂ અને ૫ ઉત્તરકુરૂ એમ કુલ ત્રીસ ક્ષેત્રે અકર્મક ભૂમિના જાણવા
તેમજ વળી લઘુ હિમવંત પર્વત તથા શિખર પર્વતના બબ્બે છેડા, જે લવણ સમુદ્રમાં જાય છે તે ચાર છેડાઓમાં (હાથીના બે દાંતની માફક) બબ્બે (ગજાંત પર્વત) દાઢાએ રૂપે નીકળીને કુલ ૮ દાઢાઓ લવણ સમુદ્રમાં જાય છે. તે પ્રત્યેક ઉપર સાતસાત મનુષ્યના ક્ષેત્રે આવેલા છે. તેને અંતદ્વીપ કહેવામાં આવે છે. કુલ છપ્પન (૫૬) ક્ષેત્રે જાણવા. ૧૫ કર્મભૂમિના, ૩૦ અકર્મભૂમિના, ૫૬ અંતદ્વીપના. આ રીતે કુલ ૧૦૧ ક્ષેત્રે મનુષ્યના શાસ્ત્રમાં જણાવેલ છે
અંતદ્વીપના મનુષ્યને અકર્મભૂમિના મનુષ્યો કહ્યા છે. તે સંબંધી અનેક વિવાદો શાસ્ત્રમાં હોવાથી તેની વિશેષ હકીકત ગીતાર્થ ગુરૂભગવંત પાસેથી જાણી લેવી. સૂત્રકારે પણ આ સંબંધે કાંઈજ જણાવેલ નથી.
ગાયત્રછાય છે ?
આત્માની જન્મ-મરણની સ્થિતિ સંબંધમાં તેમજ સુખદુઃખાદિમાં જેઓ સભાનતાવાળા છે. તેઓને આર્ય સમજવાના છે, અને જેઓને આત્મત્ત સંબંધી યથાતથ્ય ભાન નથી, તેઓને અનાર્ય (સ્લેચ્છ) સમજવા જરૂરી છે.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org