________________
भरतैरावतविदेहाः कर्मभूमयोऽन्यत्र-देवकुरुत्तरकुरुभ्यः ॥१६॥
૫ ભારત, ૫ ઐરાવત ક્ષેત્ર અને ૫ મહાવિદેહ ક્ષેત્ર મળી કુલ પંદર ક્ષેત્રે કમે. ભૂમિના છે. બાકીના દેવકરૂ, ઉત્તરકુર વિગેરે ક્ષેત્રને અકર્મભૂમિને જાણવાના છે. તેનું દ્રવ્ય-ભાવથી સ્વરૂપ નીચે મુજબ સમજવું જરૂરી છે.
દ્રવ્યથી કર્મભૂમિ - અસિ એટલે તલવાર (લડાઈ), મસિ અને કૃષિના કાર્યો જે ક્ષેત્રમાં થતાં હોય તેને કર્મભૂમિના ક્ષેત્રે જાણવા અને જ્યાં ઉપર જણાવેલ ત્રણે કામ વ્યાપાર ન થતા હોય તે ક્ષેત્રને (તે વખતે) અકર્મભૂમિ ક્ષેત્ર જાણવું.
ભાવથી કર્મભૂમિ - જે ક્ષેત્રમાંથી મનુષ્યો (જ્યારે) મેક્ષે (સિદ્ધિ ગતિમાં) જતાં હૈય, (ત્યારે) તે ક્ષેત્રને ભાવથી કર્મભૂમિ ક્ષેત્ર જાણવું.
नृस्थिती परापरे त्रिपल्यापमान्तर्मुहूर्ते ॥ १७॥ तिर्यग्यानीनां च ॥१८॥
મનુષ્ય – તિર્યચેના આયુષ્ય (તિથિ) નું પ્રમાણ અવસર્પિણી કાળમાં ઉતરતા કમે અને ઉત્સર્પિણી કાળમાં ચડતા ક્રમે હેય છે. પહેલા આરામાં મનુષ્યનું આયુષ્ય ત્રણ પલ્યોપમનું હોય છે અને તેઓના દેહની ઉંચાઈ એક ગાઉની હોય છે.
બીજા આરામાં મનુષ્યનું આયુષ્ય બે પાપમનું હોય છે અને તેઓના દેહની ઉંચાઈ બે ગાઉની હોય છે.
ત્રીજા આરામાં મનુષ્યનું આયુષ્ય એક પોપમનું હેય છે અને તેઓના દેહની ઉચાઈ એક ગાઉની હોય છે.
ચોથા આરાનો કાળ એક કેડીકેડી સાગરોપમમાં ૪૨,૦૦૦ વર્ષ જુન છે. આ આરાની શરૂઆતથી માંડી અંત સુધીમાં ૧ ક્રેડ પૂર્વના આયુષ્યથી માંડી ત્રણ વર્ષથી ૧૩૦ વર્ષનું આયુષ્ય જાણવું અને તેના શરીરની ઊંચાઈ ૫૦૦ ધનુષ્યથી માંડી છેલ્લે સાત હાથ સુધીની જાણવી.
પાંચમાં આશના મનુષ્યનું આયુષ્ય ૧૦૦ સુધીનું જાણવું. તેમજ તેઓના શરીરની ઉંચાઈ સાત હાથથી ઘટતાં ઘટતાં છેલ્લે બે હાથની જાણવી.
છેલે અવસર્પિણીને છઠ્ઠા આરાના તેમજ ઉત્સર્પિણીના પહેલા આરાના મનુષ્યોની (સ્થિતિ) ૨૦ થી ૧૬ વર્ષની જાણવી. તેમજ તેઓને શરીર બે હાથથી એક હાથ સુધીના જાણવા.
મનુષ્યની જઘન્ય સ્થિતિ (આયુષ્ય) અંતમુહૂર્ત પ્રમાણની જાણવી. તિર્યંચાની સ્થિતિ (આયુષ્ય) મર્યાદા કાળાનુસારે નીચે પ્રમાણે જાણવી. એકેનિદ્રયમાં પૃથ્વીકાયની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૨,૦૦૦ વર્ષ
અપૂકાયની , ૭,૦૦૦ વર્ષ
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org