________________
१८
વિચિત્ર એ બે પહાડોની વચમાં થઈને પાંચ સરોવરને ભેદીને મહાવિદેહ ક્ષેત્રની બીજી બાજુની આઠ-આઠ વિજયેની વચમાં વહે છે. મહાવિદેહ ક્ષેત્રની બન્ને બાજુએ પૂર્વપશ્ચિમ આવેલ ચાર-ચાર વેદિકાની વચમાં આઠ-આઠ વિજયો આવેલી છે તે વિજયેના આંતરમાં ચાર ચાર પર્વતો અને ત્રણ-ત્રણ નદીઓ આવેલી છે
પૂર્વે જણ વેલ ક્ષેત્રમાં નીચે મુજબ પર્વતેમાંથી જે જે મોટી નદીઓ વહે છે. તેઓના નામ સાથે તેનું સ્વરૂપ નીચે મુજબ જાણવું.
ભરત ક્ષેત્રમાં હિમવંત પર્વતમાંથી નીકળેલી ગંગા અને સિંધુ એ બે નદીઓ વહે છે. હરિવર્ષ ક્ષેત્રમાં મહાહિમવંત અને નિષધ પર્વતમાંથી નીકળેલી હરિકાંતા અને હરિસલિલા એ બે નદીઓ વહે છે. મહાવિદેહ ક્ષેત્રમાં નિષધ અને નીલવંત પર્વતમાંથી નીકળેલી સતા અને સીતેરા એ બે નદીઓ વહે છે.
રમ્યફ ક્ષેત્રમાં રૂફમિ અને નીલાત પર્વતમાંથી નીકળેલી નરકાંતા અને નરસલિલા એ બે નદીઓ વહે છે. | હિરણ્યવંત ક્ષેત્રમાં રૂફમી અને શિખરી પર્વતમાંથી નીકળેલી સુવર્ણકૂલા અને રૂધ્યકલા એ બે નદીઓ વહે છે.
ઐરાવત ક્ષેત્રમાં શિખરી પર્વતમાંથી નીકળેલી રક્તા અને રક્તવતી એ બે નદીઓ વહે છે. આ સિવાય પણ બીજા અનેક પર્વત, કુટે, નદીઓ, સાવરે, કુંડ વિગેરે આવેલા છે, તે ગ્રંથાતરથી જાણી લેવું.
ઉપર જણાવેલ ક્ષેત્રમાં નીચે મુજબનું સ્વરૂપ જાણવું (૧) ભરત તથા ઐરાવત ક્ષેત્રમાં અવસર્પિણી કાળના છ આરાનું તેમજ ઉત્સર્પિણી
કાળના છ આરાનું સ્વરૂપ જાણવું. (૨) હિમવંત તથા હિરણ્યવંત ક્ષેત્રમાં સદાકાળ ત્રીજા આરાના ભાવે જાણવા. (૩) હરિવર્ષ તથા રમ્યફ ક્ષેત્રમાં સદાકાળ બીજા આરાના ભાવે જાણવા. (૪) દેવકુરૂ તથા ઉત્તર કુરૂક્ષેત્રમાં સદાકાળ પહેલા આરાના ભાવે જાણવા. (૫) મહાવિદેહ ક્ષેત્ર (જે મધ્યમાં આવેલ છે તે ૩૨ વિજયમાં) માં સદા પળ
ચેથા આરાના ભાવે જાણવા. તેમજ વળી ભરત અને એવિત ક્ષેત્રમાં ઉત્સર્પિણી તેમજ અવસર્પિણી કાળ સંબધે છે એ આરાના ભાવો થકી તે ભૂમિ-કર્મભૂમિ તેમજ અકર્મભૂમિ જાણવી જરૂરી છે. કેમકે કર્મભૂમિના મનુષ્ય મોક્ષે જઈ શકે છે અને અકર્મભૂમિના મનુષ્યો એક્ષ-સાધના કરી શકતા નથી.
એક્ષ-સાધના સંબંધે (૧) આર્યક્ષેત્રાશ્રિત મનુષ્યો (૨) અનાર્યાક્ષેત્રાશ્રિત મનુષ્ય
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org