________________
પs
આયુષ્ય ઘટે છે તેને અવશ્ય ઉપક્રમ પ્રાપ્ત થતો હોવાથી ઘટે છે. જ્યારે બીજા અનપર્વતનીય આયુષ્યવાળા જીવને ઉપક્રમ પ્રાપ્ત ન પણ થાય, અને ગમે તે ઉપક્રમ પ્રાપ્ત થાય તે પણ તેના આયુષ્યમાંથી એક સમય માત્ર પશુ આયુષ્ય ઘટતું નથી. આનું કારણ એ છે કે દરેક જીવે આયુષ્ય કમ તે પૂર્વના ભવે જ બાંધેલું હોય છે, એટલે જેટલું બાંધેલ હેય તેટલું જ તે ભોગવી શકે છે. વધુ આયુષ્ય કોઈપણ જીવ ભોગવી શકતો જ નથી. આમ છતાં કર્માનુસારે અપવર્તનીય આયુષ્યવાળા જીવના સંબંધમાં ઉપક્રમની માત્રાનુસારે આયુષ્ય ઘટે છે. એકી સાથે જ ઘટી જાય એવું ન પણ બને, તેથી જ વ્યવહારમાં જીવ બચી ગયે કહેવાય છે. અર્થાત્ તેની ઘાત ગઈ એમ કહેવાય છે. પરંતુ કોઈપણ જીવનું આયુષ્ય કયારેય વધી શકતું નથી એમ નિશ્ચથી જાણવું
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org