________________
તત્વાર્થાધિગમ સૂત્ર–અધ્યાય ત્રીજે (૩) પૂર્વે સંસારી જીના જન્મ-મરણ સંબંધે જીવોને જે ચારે ગતિમાં (નારકતિર્યંચ-મનુષ્ય અને દેવતા) જવાપણું (ઉત્પન્ન થવાપણું) છે. તે સંબંધે અત્ર પ્રથમ નારકીના જીના સ્થાન, સ્વરૂપ વિગેરેને સંક્ષેપથી જણાવાય છે.
'रत्नशर्करावालुकापंक धूम तमो महातमः प्रभाभूमयो धनाम्बुवाताकाश प्रतिष्ठाः सप्ताधोऽधः पृथुत्तराः ॥१॥ તાણુ નરવ છે ૨
એક અખંડ, અનંત આકાશ (અવકાશ આપવાના સવભાવવાળા) દ્રવ્યના બે વિભાગની કલ્પના કરવામાં આવે છે. (સદભૂત) તેમાં જે વિભાગમાં પાંચ દ્રવ્યોની (ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્દગલાસ્તિકાય અને કાળની) સ્થિતિ છે. તેને લોકાકાશ કહેવામાં આવે છે, તે સિવાયને બાકીને અલોક અનંત છે. કોઈ એક પુરૂષ કેડે હાથ મૂકીને, બે પગ પહોળા રાખી ઉભા રહેલ હોય. તે મુજબ ઉર્વ-અધે-તીરછ ચોદ રાજલક પ્રમાણ કાકાશ ચિત્રમાં (આકૃતિ ૧) જણાવ્યા મુજબ છે. તે મથે એક રાજલક પ્રમાણ. લાંબી, પહેળી, ત્રસ નાલિકા ચૌદ રાજલક પ્રમાણ ઉચી છે. જેમાં ત્રસ જીના સ્થાનો આવેલા છે ઉર્વ-અધા ચૌદ રાજલક પ્રમાણુ લોકમાં મેરૂ પર્વતની મધ્યમાં રહેલ આહરુચક્ર પ્રદેશથી ગણતાં નીચેના સાત રાજલક પ્રમાણ ક્ષેત્રમાં અનુક્રમે નારક છને ઉત્પન્ન થવાના સાત ક્ષેત્રો આવેલાં છે. તેમજ ઉપરના સાત રાજલક પ્રમાણ ક્ષેત્રમાં વિમાનિક દેવને રહેવાના સ્થાનકે આવેલાં છે. આ બન્નેના મધ્યભાગમાં માત્ર ૧૮૦૦ એજન પ્રમાણ ક્ષેત્રમાં મનુષ્યો, તિર્ય, વ્યંતર અને જ્યોતિષ્ક દેના સ્થાને આવેલા છે. આ મધ્યલેકની લંબાઈ-પહોળાઈ તે એક રાજલક પ્રમાણ (ત્રણ નાડીનું પ્રમાણ) છે. તેમાં વલયાકારે અસંખ્ય દ્વિપસમુદ્રો આવેલા છે.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org