________________
(૧) નામ પુદગલ :- પુર–ગલન યાને મળવું અને વિખરાઈ જવું, તેમજ
વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને શબ્દ ગુણ ધર્મયુક્ત જે જે વસ્તુને જે જે
નામથી ઓળખવી તે નામ પુદ્ગલ. (૨) સ્થાપના પુદગલ - પુદગલ યાને વિવિધ પરમાણુઓનાં મળવાથી બનેલ
સ્કંધ, દેશ, પ્રદેશ સ્વરૂપની વિવિધ આકૃતિ વિશેષથી તેને જાણવી તે સ્થાપના
પુદ્ગલ જાણવું (૩) દ્રવ્ય પુદગલ - વર્ણ, ગંધ, રસ, સ્પર્શાદિ ગુણોથી યુક્ત, પુરણ-ગલન
સ્વભાવવાળું રૂપ યાને દશ્યમાન દ્રવ્ય (તત્ત્વ) તેને દ્રવ્ય પુદ્ગલ જાણવું. ભાવ પુદ્ગલ - છવાદિ દ્રવ્યની સાથે, પિતાના વર્ણાદિ ગુણધર્મો (સહિત) સાપેક્ષ વતઃ યા પરતઃ વિવિધ ભાવ સ્વરૂપે પરિણામ પામતું તત્ત્વ તે
ભાવ પુદ્ગલ દ્રવ્ય. [૩] આશ્રવ તત્વ - સાચતે ચેન રૂરિ આશા ! એટલે જે દ્વારા (કર્મનું) આવવું
થાય. (આત્મામાં પ્રવેશ પામે) તે આશ્રવ. (૧) નામ આશ્રવ - ભલે પધાર્યા, WELCOME, સુસ્વાગતમ વિગેરે આમંત્રણ
વાચક શબ્દાત્મક સંજ્ઞાઓ તે નામ આશ્રય. (૨) સ્થાપના આશ્રવ :- પ્રવેશદ્વારે, બારીબારણા, દરવાજા, કમાન, તારણે,
ટીકીટે, આમંત્રણ પત્રિકાઓ વિ. સ્થાપના આશ્રવ. દ્રવ્ય આશ્રય - જેમાં આવવું (વાડી-બગીચા) પ્રવેશવું (દી) ઉપજવું થાય (૮૪ લાખ યોનિ દ્વારા) તે દ્રવ્ય આશ્રય. ભાવ આશ્રવ – મિથ્યાત્વ, અવત, કષાય અને મન, વચન, કાયાને ચુંગ
પરિણામ તે ભાવ આશ્રવ, કેમકે તે દ્વારા આત્મા કર્મ બાંધે છે. [૪] સંવર તત્વ - જે વડે આવતા કર્મ (કર્મબંધ થત) રૂકાય તે સંવર તત્વ. (૧) નામ સંવર – રજા સિવાય અંદર આવવું નહિ. એ પ્રમાણે લખેલા
બે (પાટીયા), તેમજ મનાઈ હુકમ, પ્રવેશ બંધી, ફરમાન વિગેરે નામ
સંવર જાણ. (૨) સ્થાપના સંવર – બંધ કરેલ બારી-બારણું, પ્રવેશ દ્વારા વિગેરે પ્રવેશ
રોકવા મુકેલા લાલ સીલે વિ, સ્થાપના સંવર. (૩) દ્રવ્ય સંવર :- જે દ્વારા ગમનાગમન કાય. એટલે એકાંત સ્થાનને
આશ્રય કરે છે. તેમજ મન-વચન-કાયાગની પ્રવૃત્તિઓને રોકવી અથવા તો અવિવેકને રેક તે દ્રવ્ય સંવર.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org