________________
૫૪
મીત્વપણું હોવાથી આ સંસાર સ્વરૂપ (જીવને જન્મ, જીવન અને મરણ) છે. અત્રે એ ખાસ સમજવું જરૂરી છે કે સત્તા સ્વરૂપને વ્યવહાર હોઈ શકે, અસત્તાને વ્યવહાર હોય નહિ, આમ છતાં છ એ દ્રવ્યો નિશ્ચય સ્વરૂપથી તે કેવળ પિતપોતાના ગુણેમાં (નિરંતર) ઉત્પાદ-વ્યય-ધ્રુવ ભાવે પરિણામ પામતાં હોય છે. કેઈ દ્રવ્ય કોઈ અન્ય દ્રવ્યના સ્વરૂપમાં પરિણામ પામતું નથી. અર્થાત્ દ્રવ્યાન્તરપણું પામતું નથી. સર્વ સંસારી જીને તૈજસ અને કાર્મણ શરીરે અવશ્ય હોય છે.
ઉપર જણાવેલ પાંચ શરીરમાંથી એક જીવને એકી સાથે બે થી ચાર શરીરે હોય છે, એકી સાથે પાંચે શરીર હેતાં નથી. તેજસ અને કાર્મણ શરીર સાથે, દારિક યા વૈક્રિય શરીરી જીવને એકી સાથે ત્રણ શરીરે હેય, તેમજ તે બનેની સાથે ચાર શરીર પણ હોય છે. તેમજ કવચિત્ સૈજય અને કામ તેમજ ઔદ્યારિક અને આહારક શરીર હોય ત્યારે તે જીવને પણ ચાર શરીર હોય છે.
સંસારી જ હારિક, વૈક્રિય, આહારક અને તેજસ એ ચાર શરીરે દ્વારા જ સવ-પરને અનુગ્રહ–ઉપઘાત કરતા હોય છે. તેમાં કારણ રૂપે કામણ શરીર હોય છે. પરંતુ તે સાક્ષાત્ અનુગ્રહ-ઉપઘાત કરવું નહિ હેવાથી તેને શાસ્ત્રકારોએ ઉપભોગ રહિત જણાવેલ છે. પરંતુ આથી એ સ્પષ્ટ સમજવું જરૂરી છે કે ઉક્ત ચારે શરીરથી સંસારી જીવન પર દ્રવ્યનું આદાન-ગ્રહણ તેમજ ભેગો પગપણું છે. પ્રશ્ન : આત્મપ્રદેશે તેમજ આત્મવીર્ય કયા સ્વરૂપે કયા શરીરમાં પ્રવર્તે છે? ઉત્તર : પ્રત્યેક આત્મા (જીવદ્રવ્ય) કાકાશ (ચૌદ રાજલક પ્રમાણ)ના જેટલા પ્રદેશ
છે, તેટલા પ્રદેશોની રાશી પ્રમાણ એક અખંડ તવ છે. પ્રત્યેક આત્મપ્રદેશમાં અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત ચારિત્ર અને અનંતવીર્ય ગુણની સત્તા (શક્તિ) છે. પરંતુ જે આત્માએ, જે સ્વરૂપે ઘાતી કર્મોને, જેટલો જેટલો ક્ષયોપશમ, ઉપશમ કે ક્ષય કરેલ હોય છે. તે મુજબ તે આત્મા પોતાની તે તે શક્તિને ભેગ-ઉપભોગ કરી શકે છે.
આમાનું વીર્ય બે પ્રકારે પ્રવર્તે છે. (૧) સલેષી વીર્ય (૨) અલેષી વિર્ય. સલેષી વીર્યથેગ (મન, વચન, કાયા) દ્વારા પ્રવર્તન પામે છે. જ્યારે અલેષી વીર્ય તે આત્મગુણેની વર્તન (પરિણામ) સ્વરૂપ જાણવું. પૂર્વે જણાવ્યા મુજબ આત્માને એકી સાથે બે, ત્રણ કે ચાર શરીરે હોય છે. આત્માના પ્રદેશે શરીરમાં સર્વત્ર વ્યાપીને રહેલા હોય છે. અને તે તે શરીર દ્વારા, આત્મા પિતાની આવિર્ભાવ પામેલી જ્ઞાનાદિ શક્તિ દ્વારા, વેગ પ્રવર્તન કરવા વડે નવીન કર્મને (નિરંતર) બંધ કરતે હોય છે. આ રીતે શરીર અને આત્મશક્તિના પ્રવતન સંબધે શાસ્ત્રમાં જણાવ્યું છે કે,
For Personal and Private Use Only
Jain Educationa international
www.jainelibrary.org