________________
(નાશ પામતે) જાણે છે. કેટલાક આત્મતત્વને અસત્ એટલે સ્વતંત્ર દ્રવ્યરૂપ છે જ નહિ એમ માને છે. અર્થાત કેવળ કલ્પનારૂપ માને છે.
ઉપર જણાવ્યા મુજબ મિથ્યાદૃષ્ટિ આત્માઓ પિતાના મિથ્યાજ્ઞાન પયોગ વડે, સ્વપર જીવતત્ત્વને મિથ્યાસ્વરૂપે જાણીને અનેક પ્રકારના પાપકર્મો કરતા રહે છે. જ્યારે સમદષ્ટિ આત્માએ, શ્રી જિનેશ્વર ભગવતેએ પૂર્વે જણાવેલ છવતત્વના ત્રેપન ભાવોમાં યથાર્ય–અવિરૂદ્ધપણાની શ્રદ્ધા કરીને પિતાના આત્માને કર્મના બંધનમાંથી છોડાવી, મુક્તિના શાશ્વત સુખને મેળવવાને ઉદ્યમ કરતા હોય છે. અને તેથી જ તેઓ શ્રી જીનેશ્વર ભગવંતનું (તેમની વાણીનું) શરણુ લેવાનું, અર્થાત્ આલંબન લેવાનું અનિવાર્ય આવશ્યક સમજે છે.
સંસારિા મુiી છે
ઉપર જણાવેલ જ્ઞાનાદિ ચેતનાયુક્ત (ઉપયોગ પરિણામી) જો બે પ્રકારના છે. કેટલાક જીવ કર્મોના બંધનથી જકડાયેલા છે, તેઓ સંસારી છે. એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ (ચારે ગતિમાં) સરકવાવાળા (જવાવાળા) છે. જયારે બીજા પ્રકારના છે, સર્વે કર્મોના બંધનથી મુક્ત થઈ સિદ્ધિગતિને પામેલા છે. તેઓ ત્યાં પૂર્ણ સચ્ચિદાનંદ સ્વરૂપે સાદિ-અનંતમે ભાગે પિયર રહેલા છે. આ શ્રી સિદ્ધ ભગવતેના સવરૂપને યથાર્થ સ્વરૂપે અવલંબીને (સાધ્ય ભાવમાં રાખીને) આત્માથી આત્માઓ, આત્મકલ્યાણ સાધીને પોતે પણ સિદ્ધ–સ્વરૂપી પરમાત્મભાવને પામે છે.
समनस्काऽमनस्काः ॥ ११ ॥
મનયુક્ત તથા મનરહિત એમ બે પ્રકારના સંસારી જ હોય છે. મનયુક્ત આત્માઓ, પૂર્વાપર ભાને વિચાર કરવા સમર્થ હેઈ, તેઓ સમ્યક્ત્વ ગુણને પ્રાપ્ત કરવાના અધિકારી છે. તેમજ તેઓ જ સમ્યક્ત્વ પ્રાપ્ત કરીને વિશિષ્ટ સ્વરૂપે આત્મકલ્યાણ સાધી શકે છે. મન વગરના સમુચ્છિમ છ આત્મકલ્યાણ સાધી શકતા નથી.
संसारिणस्त्रस स्थावराः ॥१२॥ સંસારી જીવોને ત્રાસ અને સ્થાવર એમ બે ભેદથી પણ જાણવા જરૂરી છે. पृथिव्यऽम्बुवनस्पतयः स्थावराः ॥१३॥ तेजोवायू द्विन्द्रियादयश्च त्रसाः ॥१४॥
પૃથ્વીકાય, અપકાય (જળ) અને વનસ્પતિકાય એ ત્રણ સ્થાવર છે. તેજ સકાય (અગ્નિ, વાયુકાય અને બેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના છ ત્રસ છે. શાસ્ત્રમાં સ્થાવર એકેન્દ્રિયના પાંચ ભેદ કહ્યા છે. તેમાં અગ્નિકાય અને વાયુકાયને સ્થાવર જણાવેલા છે. કેમકે તેઓને સ્થાવર નામકર્મને ઉદય હોય છે. જ્યારે અત્ર, સૂત્રકારે વ્યવહારે ગતિ– - પરિણમી હોવાથી તે બને ત્રસ જણાવેલ છે
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org