________________
હવે સંસારી જીવને ક્ષાયે પશમિક ભાવે પ્રાપ્ત થતા અઢાર ગુણનું સ્વરૂપ જણાવે છે. (૧) મતિજ્ઞાન (૨) શ્રતજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) મન:પર્યવસાન (૫) મિથ્યાયુક્ત મતિજ્ઞાન (૬) મિથ્યાત્વયુક્ત શ્રતજ્ઞાન (૭) મિથ્યાત્વયુક્ત અવધિજ્ઞાન (2) ચક્ષુદર્શન (૯) અચક્ષુદર્શન (૧૦) અવધિદર્શન (૧૧) દાનલબ્ધિ (ગુણ) (૧૨) લાલબ્ધિ (૧૩) ભેગલબ્ધિ (૧૪) ઉપભેગલબ્ધિ (૧૫) વીર્ય (શક્તિ પ્રવર્તન) લબ્ધિ (૧૬) અવિરતિ સમ્યક્દષ્ટિ (ચેથું ગુણસ્થાનક) (૧૭) સર્વવિરતિ (ડું ગુણસ્થાનક) (૧૮) દેશ વિરતિ (પાંચમું ગુણસ્થાનક) એ કુલ ૧૮ ગુણે ક્ષયે પશમ ભાવમાં હોય છે.
આ ક્ષય પશમ ભાવમાં નીચે મુજબનાં ત્રણ કાર્યો થાય છે. (૧) અહીં ક્ષયોપશમ ભાવમાં જીવ, પ્રદેશદયથી તેમજ રસોદયથી પણ ઉદયમાં
આવેલા કેટલાક કર્મોને ક્ષય કરે છે. (૨) કેટલાક કર્મોને અહી' ઉપશમ કરે છે. એટલે અપવર્તના કરણ વડે, સત્તામાં
રહેલ કર્મોની સ્થિતિ તથા રસને ઘટાડે છે. (૩) જ્યારે કેટલાક કર્મોને રસોય સહિત વેદ (ભગવે) પણ છેઆ રીતે ક્ષ
શમ ભાવમાં કર્મોને ક્ષય-ઉપશમ અને ઉદય એ ત્રણે ભાવ હોય છે. गतिकषायलिंग मिथ्यादर्शनाज्ञानासंयतासिद्धत्व लेश्याश्चतुश्वतुरुत्येकैकैकण्ड्भे दाः ॥ ६॥
હવે સંસારી જીવને આઠ કર્મના ઉદયે પ્રાપ્ત થતા દયિક (પરિણમન) ભાવને એકવીશ ભેદથી જણાવે છે ચાર ગતિ (નારકી, તિર્યંચ, મનુષ્ય, દેવ), ચાર કષાય (ક્રોધ, માન, માયા, લેભ), ત્રણ લિંગ (સ્ત્રી, પુરૂષ, નપુંસક), (૧૨) મિથ્યાત્વ, (૧૩) અજ્ઞાન, (૧૪) અસંયમ, (૧૫) અસિદ્ધત્વ (૧૬ થી ૨૧–ાગ જન્ય શુભાશુભ પ્રવૃત્તિ રૂપ છ લેશ્યા (કૃષ્ણ, નીલ, કાપત, તેજે, પધ, શુકલ) તેમાં પ્રથમની ત્રણ લેગ્યાએ અશુભગ રૂપ છે અને પાછળની ત્રણ લેશ્યાઓ શુભ ચગરૂપ જાણવી.
ઉપર જણાવેલ કર્મજન્ય ઓયિક ભાવ (પરિણામ) માં આસક્ત મિથ્ય'વી આત્મા, અર્થાત્ તેને જ પોતાનું સ્વરૂપ માનતે અજ્ઞાની આત્મા, મેહનીયાદિ કર્મ, બંધની પરંપરામાં બંધાતે થકે, અનાદિ કાળથી આ સંસારમાં, પરાધીન પણે અનેક યોનિમાં, જન્મ-મરણ કરતે થકે ભટક્યા કરે છે. તે જે મનુષ્ય ભવાદિ અવસર પામીને, સુગુરૂના વેગે, અમદશીતા પ્રાપ્ત કરી, સૌ પ્રથમ સમ્યક્ત્વ ગુણને પ્રાપ્ત કરે તો તે થકી, તે આત્મા અવશ્ય અનુક્રમે પિતાનું આત્મકલ્યાણ સાધી, મેક્ષના પરમ સુખને પ્રાપ્ત કરવાવાળો થાય છે. કારણ કે સમ્યફી આત્મા, ઔયિક ભાવને પિતાનું કર્મ જન્ય, વિભાવ સ્વરૂપ સમજતા હેવાથી તે સંબંધે, રાગ-દ્વેષ કરતો નથી, એટલું જ નહિ, પરંતુ તે થકી અળગા થવાને પણ પ્રયત્ન કરતે હોય છે. આ માટે શ્રી જિનેશ્વર ભગવતેએ સૌ પ્રથમ સમ્યકત્વ પ્રાપ્ત કરવાને ઉપદેશ આપે છે.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org