________________
ભાવે તે નિરંતર પરિણામ પામ્યા જ કરે છે. તેમ છતાં ગ્રંથકારને (હૃદયમાં) મોક્ષ પુરૂષાર્થની મુખ્યતા હોવાથી, આત્માની-મોક્ષાર્થ સાધકતાના પરિણમનને લક્ષમાં રાખી, પ્રથમ ઉત્પત્તિક્રમાનુસારે અત્ર સમ્યફત્વભાવ (સમ્યફ પરિણામ) ને તેઓ બે ભેદથી જણાવે છે.
(૧) જે વખતે આત્માએ, પિતાના આત્માના વિશુદ્ધ પરિણામે (અધ્યવસાયે) કરી, સૌ પ્રથમ દર્શન મેહનીયની સાતે પ્રકૃતિને (અનંતાનુબંધી ક્રોધ, માન. માયા અને લેભ તથા સમ્યકત્વ મેહનીય, મિત્ર મેહનીય તેમજ મિથ્યાત્વ-મોહનીયને ઉપશમાવી હોય, તે વખતે (માત્ર અંતમુહૂર્ત કાળ પ્રમાણ) તે જીવને ઉપશમ સમ્યફ વ હોય છે. એટલે ઉપશમ સમ્યક્ત્વકાળે જીવે સમસ્ત દર્શન મેહનીય કર્મોના ઉદયને દબાવેલ હોય છે. પ્રથમ વખતના ઉપશમ સમ્યક્ત્વ કાળે કઈક મતે ત્રિપુંજીકરણ કરેલું હોતું નથી.
(૨) ઉપશમ ચારિત્ર : ઉપશમ સમકિત અથવા સાયિક સમકિત સહિત જીવ જ્યારે ઉપશમ શ્રેણિ (ચારિત્ર મેહનીય કર્મના ઉદયને દબાવનારા પરિણામ) માંડે છે, ત્યારે તે અવને આ ઓપશમિક ચારિત્રને પરિણામ હોય છે. અને પ્રકારનો ઉપશમ ભાવ માત્ર અંતર્મુહૂર્ત કાળ જ હોય છે, અને તે ભાવથી જીવ અવશ્ય પાછો પડે છે. મેહનીય કર્મની ૨૮ ની સત્તાવાળે જીવ ફરી બીજી, ત્રીજી વિગેરે વાર ઉપશમ સમકિત પામે છે, ત્યારે સમ્યકત્વ મેહનીય અને મિત્ર મેહનીય યુક્ત સાત પ્રકૃતિને ઉપશમ કરે છે તે અર્થથી ઉપરની હકીકત જણાવી છે એમ જાણવું.
ज्ञानदर्शनदानलाभभोगोपभोगवीर्याणि च ॥४॥
હવે સાયિક ભાવે (આત્મગુણના આવારક ઘાતી કર્મોને સર્વથા ક્ષય થવા થકી) પ્રગટ થતા, આત્માના નવ ગુણેને જણાવવા સૂત્રકારે પ્રસ્તુત સૂત્રની રચના કરી. પ્રથમ ઉપર જણાવેલ (1) સમ્યક્ત્વ ગુણ અને (૨) ચારિત્ર ગુણ, એ બે ગુણ સહિત (૩) જ્ઞાન ગુણ (૪) દર્શન ગુણ (૫) દાન ગુણ (૬) લાભ ગુણ (૭) ભેગ ગુણ (૮) ઉપભેગ ગુણ (૯) વીર્ય (શક્તિ પ્રવર્તન) ગુણ મળી કુલ નવ ગુણ સાયિક ભાવે પ્રાપ્ત થાય છે. તે જીવ, પૂર્ણ અનપર્વતનીય આયુષ્ય ભેગવી અવશ્ય, સાદિ-અનંતમે ભાંગે મોક્ષસુખને પામે છે ક્ષેપક શ્રેણિએ ચઢેલ છવ, દશમા ગુણ સ્થાનકે મેહનીય કર્મને સર્વથા ક્ષય કરી, સીધે બારમે (ક્ષીણમેહ) ગુણ ઠાણે જઈ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ બાકી રહેલ ત્રણે આત્મ ગુણઘાતી કર્મોને એકી સાથે સર્વથા ક્ષય કરી, તેરમે સયોગી કેવળી ગુણસ્થાનકે (આયુષ્યકાળ પર્વત ઉપર જણાવેલ નવ ગુણે સહિત) કેવળ ભાવે વતે છે આયુષ્ય પૂર્ણ થયે અવશ્ય મેક્ષે જાય છે.
ज्ञानाज्ञानदर्शनदानादिलब्धयश्चतुस्वित्रिपंच भेदाः यथाक्रम) सम्यक्त्वचारित्रसंयमासंयमाश्च ॥५॥
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org