________________
ઉપર જણાવેલ નિગમનથી એવંભૂતનય સુધીના બધા ને એક જ વસ્તુ સ્વરૂપમાં ઉત્તરોત્તર, સુવિશુદ્ધ, સૂમ, સૂક્ષમતરગ્રાહી હોવાથી પ્રત્યેક નયદષ્ટિ સાપેક્ષ ભાવે (યથા સ્થાને) ઉપકારક છે. અન્યથા પ્રત્યેક નયને જે રીતે નયાભાસપણું પ્રાપ્ત થાય છે તે પણ આ સાથે જણાવ્યું છે.
ઉપરના સાત નોમાંથી પ્રથમના ત્રણ નાની દૃષ્ટિ દ્રવ્યની શૈકાલિક સત્તાને ગ્રહણ કરતી હોવાથી તેઓ દ્રવ્યાર્થિક નય કહેવાય છે. અને પાછળના ત્રણ એટલે શબ, સમભિરૂઢ અને એવભૂત, એ ત્રણ નાની દૃષ્ટિ મુખ્ય પણે વર્તમાન શુદ્ધ પર્યાય-પરિણામને ગ્રહણ કરતી હોવાથી એ ત્રણે ના પર્યાયાર્થિક ન કહેવાય છે. જ્યારે મધ્યને ચેાથે જે ઋજુસૂત્ર નય છે, તે વર્તમાન સ્વરૂપને ગ્રહણ કરતા હોવાથી તે જ્યારે દ્રયના વર્તમાન સ્વરૂપને ગ્રહણ કરે છે ત્યારે તે વ્યાર્થિક નય છે અને દ્રવ્યના વર્તમાન પર્યાય સ્વરૂપને ગ્રહણ કરે છે ત્યારે તે પર્યાયાર્થિક છે. કેમકે કોઈપણ કાળે, કેઈપણ દ્રવ્ય પર્યાય રહિત હોતું નથી. તેમજ કોઈપણ પર્યાય વ્યરહિત હોતું નથી. આથી જુસૂવને આ રીતે ઉભયતા પ્રાપ્ત થાય છે તે જણાવી છે. વળી શાસ્ત્રોમાં વ્યવહાર નય, નિશ્ચય નય ઈત્યાદિ અનેક પ્રકારે નય દૃષ્ટિઓનું સ્વરૂપ જણાવેલ છે, તેને ગુરૂ ભગવંત પાસેથી જાણી લેવું. - અત્ર એટલું ખાસ સમજી લેવું જરૂરી છે કે, કેટલાક મિથ્થામતિવાળા પ્રત્યેક સંસારી જીવમાં કત્વ ભાવે શુદ્ધાશુદ્ધ પરિણામે પ્રત્યેક સમયે-પરિણમન પામતાં ઉત્પાદવ્યય-ધાત્મક પરિણામીવપણાને (વ્યવહારને), મિથ્યા, અસત્ વરૂપ કહીને કેવળ પિતાની મુખતાનું જ પ્રદર્શન કરતા હોય છે. કેમકે પિતાને ઉત્પન્ન થતા સુખ-દુઃખના પરિથામાને, તેમજ રતિ-અરતિ, રાગ-દ્વેષાદિના પરિણામને, (મારી માતા વાંઝણ હતી એવું કહેનાર મૂર્ખ શિરોમણીની માફક) તે પિતાના નથી. એવું માયા-મૃષાવાદી પણે કહેતાં થકી તેઓ શરમાતા પણ નથી–એ ખરેખર આશ્ચર્ય રૂપ છે. - જેકે પરમ પૂજ્ય પ્રાતઃ સ્મરણીય અધ્યાત્મ યોગીરાજ શ્રી આનંદઘનજીએ જણાવ્યું છે કે “અતિદુર્ગમનયવાદ તથાપિ સૂત્રકાર શ્રી ઉમાસ્વાતિજીએ પ્રથમ જે સકળ તત્ત્વોને (‘પ્રમાણનરધિગમ) એ સૂત્રથી પ્રમાણ દષ્ટિએ તેમજ નય દૃષ્ટિએ જાણવાની આજ્ઞા ફરમાવી છે તે અનુસાર પ્રસંગોપાત અમે અમારા ક્ષયો પશમ મુજબ આ પ્રમાણનયવાદનું કિંચિત્ સ્વરૂપ જણાવ્યું છે–વિશેષથી ગીતાર્થ–ગુરૂ ભગવંત પાસેથી જાણી લેવું.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org