________________
૩૬.
ઋજુસૂત્રનય : આ નયની દૃષ્ટિ, દ્રવ્ય કે પર્યાય બનેમાંથી કેઈ એકને મુખ્યપણે પણ વર્તમાનકાળે, જે સ્વરૂપે યથાર્થતા જણાય તે સ્વરૂપે તે વસ્તુને સ્વીકારે છે. આથી આ નય કથંચિત્ દ્રવ્યાર્થિક તેમજ થંચિત પર્યાયાર્થિક નયદષ્ટિમાં સમવતાર પામે છે. આ નદષ્ટિવાળે આમા જ્યારે વૈકાલિક દ્રવ્ય સત્તાના ભૂતકાલિન યા ભાવિકાળના પર્યાયોને અ૫લાપ કરે છે, ત્યારે તેને જુસૂત્રનયાભાસપણું પ્રાપ્ત થાય છે.
" શબ્દનય : આ નયની દૃષ્ટિવાળે આત્મા વર્તમાનકાળમાં જે કઈ વસ્તુને, જે જે શખથી વ્યવહાર કરા હોય છે, તેને તથા સ્વરૂપે સ્વીકારે છે. અર્થાત્ લિંગવચન, કાળવચન (ભૂત, ભાવી, વર્તમાન), સંખ્યાવચન (એકવચન, દ્વિવચન, બહુવચન). તેમજ કારકતા સૂચક વચન ભેદને (શબ્દોને) ભિન્ન-ભિન અર્થ સ્વીકારે છે પરંતુ આ શબ્દનય પણ જ્યારે ઉપર જણાવેલ શરદભેદ વડે વસ્તુને ભિન્ન માનવામાં એકાંતિક આગ્રહ કરે છે. અર્થાત તે સંબંધે વસ્તુના કથંચિત અભેદ સ્વરૂપને સર્વથા અપલાપ કરે છે ત્યારે તે શબ્દનયાભાસી બને છે. - સમભિરૂઢનય : પૂર્વે શબ્દનયને વર્તમાન સ્થિત વસ્તુને, અાદિ ભેદે ભિન્નતા વીકાર કરનાર જણાવ્યા છે. જ્યારે આ નયની દષ્ટિનો ઉપરના નયથી પણ વિશેષ સૂક્ષ્મતાગ્રાહક હોવાથી એકજ અર્થને કહેવાવાળા પર્યાયવાચક શબ્દ, જેવા કે રાજા, ભૂપતિ, પ્રજાપાલ ઈત્યાદિ શબ્દના વ્યુત્પત્તિ ભેદે જે જે અર્થ થાય છે. તે સ્વરૂપ જ્યારે જ્યારે તેનામાં ઘટે ત્યારે તે મુજબ તે વસ્તુને તથા સ્વરૂપે સ્વીકાર કરે છે. આ નયની દષ્ટિવાળે ભિન્ન વ્યુત્પન્યથ ન ઘટતે હોય ત્યારે તેનામાં તે સ્વરૂપને સવથા અપલાપ નિષેધ કરે છે ત્યારે તે સમભિરૂઢનયાભાસપણું પામે છે.
એવભૂતનય દષ્ટિઃ આ નય વસ્તુને, વાચક શબ્દનો અર્થ ક્રિયા કરીવવાની હોય ત્યારે જ તેને તથા સ્વરૂપે સ્વીકાર કરે છે. જેમકે આઠે કર્મોને ક્ષય કરીને સિંધમાં ગયેલા આત્માને જ સિદધ પરમાત્મા કહે છે. પરંતુ આ નિયષ્ટિવાળે આત્મા, જેમણે આત્મગુણઘાતી ચારે ઘાતી કર્મોને સર્વથા ક્ષય કરી, અનંતજ્ઞાન. અનંતદર્શન, ક્ષાયિક સમ્યફળ અને અનંત-વીય ગુણ પ્રાપ્ત કરેલ છે અર્થાત કૃતકૃત્ય થયા છે તેવા કેવળી પરમાત્માને, પરમાત્મા તેમજ સત્તાએ ભવ્ય આત્મામાં જે સિદ્ધપદ પામવાની યોગ્યતા છે તેને નહિ માનવા વડે એવંભૂતાભાસીપણું પ્રાપ્ત થાય છે. વળી પ્રત્યેક અમામાં સત્તાગને પિતાનું પૂર્ણ આત્મસ્વરૂપ છે. ત્યારે જ તે જગતમાં અનેક પ્રકારના જ્ઞાનાદિ ગુણેના) ક્ષપશમવાળા જીવો પ્રત્યક્ષ જેવાય છે. તેમ છતાં તેમનામાં રહેલી આશિક પરમાત્મ સત્તાની પણું જે અપલાપ (નિષેધ) કરે છે તેને બેગમાભાસ દષ્ટિવાળા જાણવા.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org