________________
૨૨૧ शेषकर्मफलापेक्षः शुद्धो-बुद्धो-निरामयः । सर्वज्ञ-सर्वदर्शी च, जिनो भवति केवली ॥
પૂર્વે જણાવ્યા મુજબ સૌ પ્રથમ મોહનીય કર્મોને સર્વથા ક્ષય કરીને દશમે ગુણ સ્થાનકે) સીધે બારમે ગુણ સ્થાનકે આવેલે આત્મા ત્યાં જ્ઞાનવરણીય-દર્શનાવરણીય અને અંતરાય કર્મ એ ત્રણે આત્મ ગુણઘાતી કર્મોને એકી સાથે સર્વથા ક્ષય કરી, શુદ્ધબુદ્ધ-નિરામય સ્વરૂપે જીન-કેવળી થઈ તેરમે ગુણ સ્થાનકે આવી. બાકી રહેલા ચાર અઘાતી કર્મોને વેદનીય, નામ, ગોત્ર, આયુષ્ય) યથાતથ્ય સ્વરૂપે સર્વથા ક્ષય કરી નિર્વાણ (મેક્ષ) પદને પ્રાપ્ત કરે છે.
दग्धे बीजे यथाऽत्यन्त, प्रादुर्भवति नान्कुरः । कर्मवीजे तथा दग्धे, नारोहति भवाङ्कुरः ॥
જેમ બીજ બળી ગયા પછી તેમાંથી અંકુર ફુટતા નથી, તેમજ સંસારના બીજરૂપ કર્મોને નાશ કર્યા પછી તે આત્માને જન્મ-જરી-મરણરૂપ સંસાર પ્રાપ્ત કરવો પડતો નથી.
तदनन्तरमेवोर्ध्व-मालोकान्तात् स गच्छति । पूर्वप्रयोगासङ्गत्वबन्धच्छेदागौरवैः ।।
ચૌદમાં ગુણ સ્થાનકને અંતે આઠે કર્મને ક્ષય કરી, તેજ સમયે તે પરમ-- પરમાત્મા સ્વરૂપ શુદ્ધાત્મા, લોકના અંતે ઉદર્વગતિએ ઉંચે (સિદ્ધશિલામાં) જાય છે. તેમાં કર્મના બંધનથી સર્વથા છૂટવાપણું મુખ્ય હેતુ છે.
अतस्तु गति वैकृत्य-मेषां यदुपलभ्यते । कर्मणः प्रतिघाताच, प्रयोगाच्च तदिष्यते ।।
જીવ તત્વની સ્વાભાવિક ઉદર્વગતિ અને અજીવ પુદગલ દ્રવ્યની સ્વાભાવિક અધેગતિ હોવા છતાં આ સંસારમાં જે જે-જે જુદી-જુદી વિચિત્ર ગતિએ જણાય છે, તેમાં કમ–પ્રતિઘાત તેમજ પ્રયોગ વિગેરે કારણોથી તે થાય છે તેમ જાણવું.
उत्पत्तिश्च विनाशश्च, प्रकाश तमसोरिह । युगपद्धवतो यद्वत, तथा निर्वाणकर्मणा ॥
જેમ પ્રકાશની ઉત્પત્તિ અને અંધકારને નાશ એકી સાથે થાય છે, તેમ કમને ક્ષય અને મેક્ષની પ્રાપ્તિ જીવને એકી સાથે થાય છે.
तन्वी मनोज्ञा सुरभिः पुण्या परम भास्वराः । प्राग्भारानाम वसुधा-लोकमूनि व्यवस्थिताः ।
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org