________________
આલોચના તથા ઉપસંહાર પૂર્વ પ્રથમ જણાવ્યા મુજબ નિસર્ગથી અગર અધિગમથી ઉત્પન્ન થયેલ તત્વાર્થ શ્રદ્ધાન રૂપ, શંકા-કાંક્ષાદિ અતિચાર રહિત, સમ-સંવેગ-નિર્વેદ-અનુકંપા અને આસ્તિકયાદિ ગુણેના પ્રગટ થવારૂપ વિશુદ્ધ એવું સમ્યફ-દર્શન પામીને, વિશુદ્ધ જ્ઞાન મેળવીને, નય-નિક્ષેપ-પ્રમાણ-સાપેક્ષ નિદેશ-રિવામિત્વાદિ દ્વારા યુક્ત, જીવાદિ તના, ઓપથમિકક્ષાયિક, ક્ષાપથમિક, ઔષિક તેમજ પારિણામિક, એ પાચ ભાવની ઉત્પત્તિ-સ્થિતિ અને લય (નાશ) ના ભાવેને જાણનાર ઉત્તમ આત્મા મેક્ષ પ્રાપ્તિના પ્રવર્તન (સંવરનિર્જરા) વડે, શ્રદ્ધા-સંવેગના અનુભવ યુક્ત દ્વાદશ ભાવનાઓ વડે, ભાવિત (અનુપ્રેક્ષાકારી) આત્મા, આત્મ ભાવમાં સ્થિર થઈને ઉત્તરોત્તર સંયમ-સ્થાનકોને પ્રાપ્ત કરવા વડે અનેક ઋદ્ધિઓને પણ પ્રાપ્ત કરવાવાળે થાય છે. આમ છતાં શુકલ ધ્યાન ધ્યાવતે થકે સમાધિભાવમાં સ્થિર થઈને, મેહનીય કર્મને સર્વથા નાશ કરીને તુરત જ એક સાથે જ્ઞાનાવરણ–દર્શનાવરણ અને અંતરાય કમને પણ સર્વથા ક્ષય કરીને, સર્વજ્ઞ અને સર્વદશીતા પ્રાપ્ત કરીને, આયુષ્યકાળ પર્યત ચાર અઘાતિ કર્મોને, ભગવને ક્ષય કરી, આયુષ્ય પૂર્ણ થયે, એકાંતિક તેમજ આત્યંતિક, સહજ-અક્ષય-અવ્યાબાધ સ્વરૂપી મહ. સુખને પ્રાપ્ત કરે છે.
एवं तत्व परिज्ञाना-द्विरतस्यायात्मनो भृशम् निरास्रवत्वाच्छिन्नायां, नवायां कर्मसन्ततौ ॥१॥
એ પ્રમાણે તત્વને સારી પેઠે જાણનારો-વૈરાગી આત્મા આશ્રવ રહિત થઈને પ્રથમ તે નવા કર્મને બંધ કરતો નથી, તેથી
पूर्वाजित क्षपयतो, यथेाक्तैः क्षयहेतुभिः संसार बीज कात्स्येन मोहनीय प्रहीयते ॥ २॥
પૂર્વે બાંધેલા કર્મોની નિર્જરા તવનો આશ્રય કરીને) ક્ષય કરવાવાળે થાય છે. તેમાં સૌ પ્રથમ સંસારના બીજરૂપ મેહનીય કર્મને સર્વથા ક્ષય કરે છે, તે પછી તુરતજ
ततोऽन्तरायज्ञानघ्न-दर्शनघ्नान्यनन्तरम् प्रहीयन्तेऽस्य युगपत् , त्रीणि कर्माण्यशेषतः ॥३॥
બારમે ગુણસ્થાનકે આવેલ તે આત્મા, એકી સાથે જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય અને અનંતરાય કર્મ એ ત્રણે આત્મ ગુણઘાતી કર્મોને સર્વથા કરીને, તેરમે ગુણ સ્થાનકે સર્વજ્ઞ અને સર્વદશી હોય છે.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org