________________
૨૯
ભાવાર્થ : શુદ્ધ નિશ્ચય નયની દૃષ્ટિએ અનાદિ (અનુત્પન) અનંત (અવિનાશી) એવા છએ દ્રવ્ય શાશ્વત ભાવે પિતાપિતાના ગુણ પર્યાયમાં નિરંતર ઉત્પાદ-વ્યય-ધ્રુવપણે પરિણામ પામતાં જ રહે છે. આમ છતાં વ્યવહારનય દષ્ટિએ માત્ર બે જ દ્રવ્યો તે જીવ દ્રવ્ય અને અજીવ પુદ્ગલ દ્રવ્યને પરસ્પર સગા સંબંધે પર પરિણમીપણું જગતમાં પ્રત્યક્ષ છે. આ માટે આત્માથી આત્માઓએ આત્માથે છવદ્રવ્યના શુદ્ધ-અશુદ્ધ તેમજ શુદ્ધાશુદ્ધ ત્રિમંગાત્મક સ્વરૂપને યથાર્થ અવિરૂદ્ધપણે જાણવાની ખાસ આવશ્યકતા છે.
સકળ જીવ દ્રવ્યમાં સૌ પ્રથમ શુદ્ધ ભાવે પરિણામી (રૂપી તેમજ અરૂપી) પરમાત્માઓનું વરૂપ જાણવું જરૂરી છે. તે સાથે અશુદ્ધ પરિણામી બહિરામાઓ (પર ભેગાકાંક્ષી) નું સ્વરૂપ જણને વળી શુદ્ધાશુદ્ધ પરિણમી અંતર આત્માઓ (આત્માર્થ સાધક આત્માઓ) નું સ્વરૂપ શ્રી છનશાસનને વિષે પ્રગટ સ્વરૂપ જણાવેલ ૪ થી ૧૪ ગુણસ્થાનકના સ્વરૂપમાં સમ્યફ જ્ઞાનદશન ચારિત્રરૂપ ત્રિભંગાત્મક ભાવે યથાર્થ જાણવું જરૂરી છે. આ તત્વાર્થ સૂત્રમાં પણ સૂત્રકારે મુખ્ય પણે સાત તવેથી ઉપરની હકીકત જ જણાવી છે. સૌ પ્રથમ આત્મતત્ત્વને બહિરાભા, અંતરાત્મા અને પરમાત્મા એ ત્રણે ભાથી તેના હેતુઓ સહિત યથાર્થઅવિરૂદ્ધપણે જાણવાથી સમસ્ત જગતના-સમસ્ત દ્રવ્યના-સમસ્ત ગુણ પર્યાય પરિણમનના– સમસ્ત પરિણામને ઉત્પાદ-વ્યય-ધ્રુવ ત્વરૂપી ત્રિભંગાત્મક સ્વરૂપ યથાર્થ-અવિરૂદ્ધ બાધ આપોઆપ જ પ્રાપ્ત થાય છે. આ રીતના સંપૂર્ણ સમ્યફ બોધ થકી આત્માનું-આત્મભાવમાં સહજ ભાવે પરિણમન થાય છે એમ જાણવું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org