________________
(૧૧) ઘુવગ્રાહી ઃ જે વસ્તુને એકવાર જે વરૂપે જાણી હેય, તે વસ્તુને અનેકવાર
પણ તેજ રવરૂપે જાણી શકે અથવા ન ભુલવું તે ધ્રુવગ્રાહી. (૧૨) અધૂવગ્રાહી ઃ જે વસ્તુને એકવાર જે વરૂપે જાણી હોય તે વસ્તુને બીજી
ત્રીજી વારે જાણતાં ફેરફાર સ્વરૂપે જાણે તે અથવા ભૂલી જવાય તે
અધૂવગ્રાહી. ઉપર જણાવેલા ભેદ, મુખ્યતાએ મતિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયે પશમાનુસારે હોય છે એમ જાણવું. શાસ્ત્રાનુસારે મતિજ્ઞાન કારણ છે. અર્થાત્ સામાન્ય જ્ઞાનરૂપ છે અને શ્રુતજ્ઞાન તે મતિજ્ઞાનના કાર્યરૂપ છે. અર્થાત્ વિશેષ કરી વિધિનિષેધાત્મક અર્થાત્ આદાન-ગ્રહણ સ્વરૂપ પ્રવર્તન કરાવનાર છે, એ સંબંધે
'सोच्चा जाणइ कल्लाणं, सोच्चा जाणइ पावगं । उभयपि जाणइ सोच्चा. ज सेयं तं समायरे ॥
આવું શ્રુતજ્ઞાન તે મુખ્ય તયા મન દ્વારા થાય છે. તેમાં વળી જે આત્માએ સમ્યગ્ગદર્શન પ્રાપ્ત કરેલ છે. (એટલે કે દર્શન મેહનીય કર્મને ક્ષય, ઉપશમ કે ક્ષયપશમ કરે છે.) તેનું શ્રુતજ્ઞાન તે સમ્યફ (આત્માર્થે, યથાર્થ હેયોપાદેયાત્મક) જાણવું. અન્યથા તે મિથ્યાશ્રત જે આહાર, ભય, મિથુન અને પરિગ્રહ એ ચારે સંજ્ઞારૂપે દેહાત્મ ભાવરૂપ હોવાથી આત્માથે ઉપકારક બની શકતું નથી. કિંતુ કથંચિત બાધક પણ થાય છે એમ જાણવું.
श्रुतं मति पूर्व द्वयऽनेक द्वादश भेदम् । (२०)
મતિજ્ઞાન (પદાર્થનું જ્ઞાન) થયા પછી શ્રુતજ્ઞાન થાય છે. કેમકે પદાર્થને બંધ થયા પછી તેમાં જે ઈષ્ટાનીઝ બુદ્ધિ થાય છે. અર્થાત્ હે પાદેય બુદ્ધિ થાય છે તેને શ્રુતજ્ઞાન જાણવું. આ રીતે મતિજ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી માત્ર મતિજ્ઞાન થાય છે. જ્યારે શ્રતજ્ઞાનાવરણીય કર્મના ક્ષયે પશમાનુસારે શ્રુતજ્ઞાન થાય છે. આમાં એટલું વિશેષે જાણવું જરૂરી છે કે જે આત્માએ સમ્યગદર્શન ગુણ પ્રાપ્ત કરેલ છે તેઓનું દ્રવ્યથત તેમજ ભાવશ્રત બને સમ્યફ હોય છે. સામાન્યથી મતિજ્ઞાન, ઈન્દ્રિય તેમજ મનના નિમિત્ત વડે ઉત્પન્ન થાય છે. જ્યારે શ્રુતજ્ઞાન, મતિજ્ઞાન પૂર્વક થાય છે. તેમજ વળી મતિજ્ઞાન માત્ર વર્તમાન વિષયક છે. જ્યારે શ્રુતજ્ઞાન ત્રિકાળવિષયક છે. કેમકે તેમાં ત્રિકાળજ્ઞાની કેવળી પરમાત્માએ પ્રત્યક્ષથી જાણેલ છ એ દ્રવ્યોના અનાદિ-અનંત, અનાદિ-સાંત, સાદિ-અનંત અને આદિસાંત એ ચારે ભાંગાનું (સ્થિતિ) સ્વરૂપ જર્ણવેલ છે.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org