________________
૨૧૫
અવસર્પિણી કાળમાં તેથી વિશેષાધિક છે અને ને-અવસર્પિણી તેમજ ને-ઉત્સર્પિણી એટલે મહાવિદેહાતિ ક્ષેત્રોમાંથી તેથી સંખ્યાતગુણ સિદ્ધ થયેલા જાણવા.
(૩) ગતિ અહ૫બહત્વ : મુખ્યપણે તે મનુષ્ય ગતિમાંથી મનુષ્ય જ મોક્ષે જાય છે તેથી ગતિ સંબંધી અ૫હત્વ નથી. તેમ છતાં ચરમ મનુષ્ય ભવના પૂર્વભવ સંબંધી ગતિ એ અહ૫બહુ જોતાં સૌથી છેડા તિર્યંચ ગતિમાંથી આવીને મેક્ષે ગયેલા છે. જ્યારે પૂર્વ ભવ પણ મનુષ્યને હતો એટલે મનુષ્ય ગતિમાંથી આવીને મનુષ્ય થઈને મારે ગયેલા તેથી સંખ્યાતગુણા જાણવા. તેમજ મનુષ્યગતિ કરતાં નારક ગતિમાંથી આવેલા મનુષ્ય થઈને મેક્ષે ગયેલા તેથી પણ સંખ્યાત ગુણ જાણવા. તેમજ દેવ ગતિમાંથી આવીને મેક્ષે ગયેલા, તેથી પણ સંખ્યાતગુણ જાણવા.
(૪) લિંગ સંબંધી અપબદ્ધત્વ: સર્વથી થડા નપુંસક લિંગવાળા મનુષ્ય મેક્ષે ગયેલા છે. તેથી સંખ્યાતગુણા અધિક સ્ત્રી લિંગવાળા મેલે ગયેલા છે. તેથી સંખ્યાતગુણા પુલિંગવાળા (પુરૂષ) મેક્ષે ગયેલા છે.
(૫) તીથ અ૫બહુત્વ : સૌથી થેડા તીર્થંકર પદ પામીને મોક્ષે ગયેલા જાણવા. તેથી સંખ્યાત ગુણા-તીર્થ (શાસન) પામ્યા વગર જ ક્ષે ગયેલા જાણવા.
જ્યારે તેથી અધિક શાસન પામીને અનુક્રમે નપુંસકલિંગ, આલિગે અને પુરૂષલિંગ સંખ્યાત–સંખ્યાત ગુણ અધિક છે મેક્ષે ગયેલા જાણવા.
(૬) ચારિત્ર સંબંધે-અલ્પબદુત્વ : યદ્યપિ સિદ્ધોને ચારિત્ર હેતું નથી. કેમકે તેમને કેઈ આત્મવિશુદ્ધિ સાધવાની નથી. તેમજ તેમને સંપૂર્ણ ભાવે સ્વગુણ પરિણમન સંબંધે કઈ કર્મની બાધા હોતી નથી, તેથી તેમાં ચારિત્ર સંબંધી અલ્પ બહત્વ નથી. પરંતુ પૂર્વે કયાં કયાં ચારિત્રનું પાલન કરી મોક્ષ મેળવ્યું છે. તે સંબંધે અલપબહત્વ જણાવાય છે. મુખ્યતાએ યથાખ્યાત ચારિત્ર તેમજ દશમ ગુણ ઠાણાનું સૂમ સંપરાય ચારિત્ર તે સર્વ સિદ્ધ ભગવંતેને અવશ્ય હોય છે. પરંતુ તે પૂર્વેનું છેદો પસ્થાપનીય ચારિત્ર (નિરતિચાર-ચારિત્ર) પાળીને સૌથી અધિક જીવો મેક્ષે ગયેલા જાણવા. જયારે સામાયિક છેદો પસ્થાપનીય, સૂક્ષ્મ સંપરાય અને યથાખ્યાત ચારિત્ર લઈને મેક્ષે ગયેલા, પૂર્વે છેદે સ્થાનીય ચારિત્રથી મોક્ષે ગયેલાથી સંખ્યાત ગુણા એાછા મોક્ષે ગયેલા જાણવા. એજ રીતે સામાયિક પરિહાર વિશુદ્ધિ-સૂમ સંપરાય અને યથાખ્યાત એ ચારિત્રથી મેક્ષે ગયેલા પૂર્વે ગયેલાથી સંખ્યાતગુણા ઓછા લેવા. એજ રીતે સામાયિક છેદ ૫સ્થાપનીય-સૂક્ષ્મ સંપરાય યથાખ્યાત એ ચારિત્રથી પૂર્વથી પણ સંખ્યાતગુણ ઓછા ક્ષે ગયેલા જાણવા. એજ રીતે વળી છે પસ્થાપનીય પરિહાર વિશુદ્ધિ-સૂક્ષમ સંપરાય અને પથાખ્યાત ચારિત્રથી મોક્ષે ગયેલા તેથી પણ સંખ્યાત ગુણા ઓછા જાણવા જ્યારે સૌથી
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org